હાફિઝ સઇદ વિરૂદ્ધ પુરાવા હોય તો ભારત આંતરરાષ્ટ્રીય ફોરમમાં કેસ દાખલ કરેઃપાકિસ્તાનના વડાપ્રધાન અબ્બાસી
હાફિઝ સઇદ પાકિસ્તાનની સરકાર,સેના અને જાસૂસી સંસ્થા ISIનો પહેલા ખોળાનો દીકરો છે તે વાત દુનિયા આખી જાણે છે અને હાફિઝને વારંવાર બચાવી પાકિસ્તાન આ વાત સાબિત પણ કરતું રહે છે.પાકિસ્તાનના વડાપ્રધાન શાહિદ ખાકન અબ્બાસીએ ક્યું છે કે,મુંબઇ હુમલામાં હાફિઝનો હાથ હોવાના પુરાવા ભારત પાસે હોય તો તેણે આંતરરાષ્ટ્રીય ફોરમમાં કેસ દાખલ કરવો જોઇએ.

પાકિસ્તાનના વડાપ્રધાન અબ્બાસીએ હાલમાં 'બ્લૂમબર્ગ'ને આપેલી મૂલાકાતમાં કહ્યું કે,લાહોર હાઇકોર્ટે હાફિઝને એટલે મુક્ત કર્યો કે,તેના વિરૂદ્ધ કોઇ પુરાવા ન હતા.કોર્ટની ત્રણ જજની બેચે એમ કહીને હાફિઝને મુક્ત કર્યો કે,તેના વિરૂદ્ધ કોઇ પુરાવા નથી,દેશમાં કાયદો છે.તમને ખબર છે.અબ્બાસીએ કહ્યું કે,આકોપોની પુષ્ટિ કરતા કોઇ પુરાવા હોય તો આંતરરાષ્ટ્રીય ફોરમમાં કેસ કરો.આ માત્ર આરોપ છે.ભારત તરફથી કોઇ પુરાવા આપવામાં નથી આવ્યા.
ઉલ્લેખનિય છે કે,મુંબઇ હુમલાનો માસ્ટર માઇન્ડ હાફિઝ સઇદ જ હોવાના પુરાવા ભારતે એકથી વધુ વાર પાકિસ્તાન સરકારને આપ્યા છે.