India / Politics
કાશ્મીર ખીણની પ્રજામાં પરિવર્તનઃ બેંક લૂંટવા આવેલા આતંકીઓને ગામ લોકોએ પથ્થરમારો કરી ભગાડ્યા
12:58 PM on 05th December, 2017

દક્ષિણ કાશ્મીરના નૂરપોરા ગામમાં એક એવી ઘટના બની જે આશ્વાસન સમાન છે.નૂરપોરા ગામની બેંક લૂંટવા આવેલા આતંકીઓ પર પથ્થરમારો કરી ગામ લોકોએ ભગાડી મૂક્યા.

જમ્મુ-કાશ્મીરના આઇ જી મુનીરખાને ઘટનાની માહિતી આપતા કહ્યું કે, દક્ષિણ કાશ્મીરના ત્રાલ વિસ્તારના નૂરપોર ગામમાં જમ્મુ-કાશ્મીર બેંકની શાખા છે.આતંકવાદી સંગઠન અલકાયદાના જ એક સંગઠન અંસાર ઉલ ગજવા એ હિંદનો કમાંડર ઝાકિર મૂસા તેના સાથીદારોને લઇ સોમવારે બેંક લૂંટવા આવેલો.ઝાકિર મૂસા પોતે આ ગામનો જ છે.

 

 

તે બેંકમાં ગયો અને હથિયા બતાવી બેંક કરમ્ચારીઓ,ગ્રાહકો અને બેંકના સુરક્ષા ગાર્ડને ધમકાવી એક તરફ ઉભા કરી દીધા.ગામના લોકોને ખબર પડી કે,આતંકવાદીઓ બેંકમાં ઘૂસ્યા છે.લોકો બેંક બહાર ભેગા થઇ ગયા અને પથ્થરમારો શરૂ કરી દીધો.આતંકવાદીઓ ગભરાયા અને બેંકના કાઉન્ટર પર પડેલા લગભગ 1 લાખ રૂપિયા લઇ ભાગી ગયા અને ભાગતા ભાગતા લોકો પર પાંચ રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું.

ઘટનાની જાણ થતાં સુરક્ષા બળો અને પોલીસ નૂરપોરા પહોંચ્યા અને લોકો પાસેથી વિગત જાણી મૂસાને પકડવાનું અભિયાન શરૂ કર્યું છે.

 
 

Read Also

 
Related News