India / Business
આજથી પેટ્રોલ-ડીઝલના ભાવ રોજ નક્કી થવાનું શરૂ, રોજ સવારે 6 કલાકથી નવો ભાવ અમલી બનશે,Fuel@IOC એપ પર તમે પણ ભાવ જાણી શકશો
11:59 AM on 16th June, 2017

ભારતના અર્થતંત્રના ઇતિહાસમાં આજનો 16 જૂન,2017નો દિવસ મોટા પરિવર્તનના દિવસ તરીકે સ્થાન પામશે.આજે તારીખ 16 જૂનથી પેટ્રોલ અને ડીઝલના ભાવ રોજના ધોરણે નક્કી થવાનું શરૂ થઇ ગયું છે.રોજ સવારે 6 કલાકે પેટ્રોલ પંપ માલિકોને નવા ભાવની જાણ કરી દેવામાં આવશે. જે 24 કલાક એટલા બીજા દિવસના સવારે 6 કલાક સુધી અમલી રહેશે.આજથી રોજેરોજ ભાવ નક્કી કરવાના પહેલા દિવસે જ પેટ્રોલનો ભાવ 1.12 રૂપિયા ઓછો આવ્યો અને ડીઝલનો ભાવ 1.24 રૂપિયા ઓછો આવ્યો.

જાહેર ક્ષેત્રની ત્રણ પેટ્રોલિયમ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ,ભારત પેટ્રોલિયમ અને હિંદુસ્તાન પેટ્રોલિયમે રોજોરોજ ભાવ બદલવા માટેની ઓટોમેટિક પદ્ધતિ દાખલ કરી દીધી છે.

 

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને એક નિવેદનમાં કહ્યું કે,આંતરરાષ્ટ્રીય સ્તરે પેટ્રોલિયમ ઉત્પાદોની કિંમતોમાં થતાં વધારા-ઘટાડાનો ફાયદો ડીલર્સ અને ગ્રાહકોને મળે તે વાત આ પગલાંથી નિશ્ચિત થશે.ઉલ્લેખનિય છે કે,ભારતમાં પેટ્રોલ અને ડીઝલના છૂટક વેચાણમાં 90 ટકા હિસ્સો આ ત્રણ કંપનીઓનો છે.

આજે પેટ્રોલ અને ડીઝલનો ભાવ શું છે તેની જાણકારી ગ્રાહકને પણ મળે તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે.ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના મોબાઇલ એપ Fuel@IOC પર જાણકારી મળશે આ ઉપરાંત એસએમએસ દ્વારા પણ જાણકારી મેળવી શકશે.

 
 

Read Also

કિમ જોંગ ઉનનું અપમાન કરનાર પ્રેસિડેન્ટ ટ્રંપ મોતના હકદાર,કોરિયાની સીમાની મુલાકાત રદ્દ કરનાર ટ્રંપ કાયર !નીતિન પટેલે કર્યો સૌથી મોટો ઘટસ્ફોટઃ ગુજરાતના વિકાસથી રાહુલ અને કોંગ્રેસના નેતાઓ ખુશ છેઃચૂંટણી પ્રચારમાં તો અમથા જ ટીકા કરે છે ! એવું બને કે,કાલે કોંગ્રેસ પણ નીતિન પટેલે કરેલા નિવેદન જેવું જ કોઇ નિવેદન કરે !મોદી એકલા થોડા સ્માર્ટ છે ? દેશની જનતા વધુ સ્માર્ટ છે...નોટબંધીના સવા શેર પર ચતુરાઇનો દોઢ શેર...લાખો કરોડોનું કાળું નાણું સફેદ કરી લીધું અને મોદી કંઇ ન કરી શક્યા !ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું UC બ્રાઉઝર ગૂગલ પ્લે સ્ટોરમાંથી ગાયબ ! ગૂગલે હટાવી દીધું ?ગુજરાતમાં ચૂંટણી સમયે આતંકી હુમલાની આશંકા,આતંકીઓ સમુદ્રી માર્ગે આવી હુમલો કરે તેવી શકયતા,મોદી-શાહ-યોગી નિશાને
'પદ્માવતી' વિવાદઃ ભણસાળીનું માથું કાપી લાવનારને 5 કરોડના ઇનામની ઓફરWOW...અમદાવાદમાં પ્રદૂષણનો ગાંડો વિકાસ,એર કવોલિટી ઇન્ડેકસ મહત્તમ 403,લોકોને સૂચનાઓ આપી અમદાવાદ મહાપાલિકાએ હાથ ઉંચા કરી દીધા,હમણાં જ મેટ્રો ટ્રેન માટે હજારો વૃક્ષો કાપ્યા હતા...!21મી સદીનો ભારતીય કોલંબસ...ઇંદોરના સુયશ દીક્ષિતે મિસ્ત્ર અને સૂદાન વચ્ચેની 800 ચોરસ માઇલ 'બિન વારસી ' જમીનને 'કિંગ્ડમ ઓફ દીક્ષિત' દેશ ઘોષિત કરી દીધો !ગંડકી નદી પરના હાઇડ્રોઇલેકટ્રિક પ્રોજેકટનો ચીની કંપની સાથેનો કોન્ટ્રાક્ટ નેપાળે રદ્દ કર્યો,ભારતીય કંપનીને કોન્ટ્રાક્ટ મળવાની શક્યતાસારી કર પ્રણાલી GSTને સરળ બનાવવા વિજય કેલકરની અધ્યક્ષતામાં સમિતિ બનાવો અને સૂચનોનો અમલ કરોઃયશવંત સિંહા

 
Related News