World / Politics
પ્રિન્સ હેન્રી ચાર્લ્સ અલ્બર્ટ ડેવિડ, પૂર્વ કેપ્ટન બ્રિટીશ રોયલ આર્મી
04:10 PM on 28th November, 2017

પ્રિન્સ હેરી અને તેમની વાગ્દત્તા અભિનેત્રી મેગન માકેલના પ્રેમ સંબંધો અને તેમના લગ્નની વૈભવી વાતોથી ભારતનું મીડિયા પણ હરખાય રહ્યું છે.બન્ને ક્યારે મળ્યા,કેમ મળ્યા,કેટલો સમયથી બંનેની મિત્રતા છે,ક્યારે સગાઇ થઇ અને ક્યારે લગ્ન થવાના છે તેની વાતો ભારતનું મીડિયા હોંશેહોંશે કરી રહ્યું છે.આ ઉત્સાહ ભારતીય માનસમાં હજુ પણ જીવી રહેલી અંગ્રેજો પ્રત્યેની ગુલામી માનસિકતા હોવાનો કટાક્ષ કે વ્યંગ કરવાની જરૂર નથી.કારણ કે,મીડિયાને સનસનાટીની ભૂખ છે અને આ સમાચાર સનસનાટીની ભૂખ ભાંગે છે.

આપણે અલગ વાત કરવી છે.પ્રિન્સ હેરી કેટલા હેન્ડસમ છે કે,મેગન કેટલી બ્યુટીફુલ છે તે બીજા લોકો લખશે.આપણે વાત કરવી છે બ્રિટીશ સેનાના એક સમયના સેકન્ડ લેફટનન્ટ  હેનરી ચાર્લ્સ અલ્બર્ટ ડેવિડની.

 

પ્રિન્સ ચાર્લ્સ અને પ્રિન્સેસ ડાયનાના નાના પુત્ર છે પ્રિન્સ હેનરી ચાર્લ્સ અલ્બર્ટ ડેવિડ.તેમને હેરી નામ તો મીડિયાએ આપેલું છે.બ્રિટનની રોયલ મિલિટ્રી એકેડમીમાં તેમણે તાલીમ લીધી અને 2006માં બ્લુ એન્ડ રોયલ આર્મીમાં સેકન્ડ લેફટનન્ટ તરીકે જોડાયા.બે વર્ષ પછી તેમને લેફટનન્ટ બનાવાયા.2007 અને 2008માં તેમણે અફઘાનિસ્તાનમાં બ્રિટીશ સેનામાં સેવા આપી અને તાલિબાનો વિરૂદ્ધ લડ્યા.2012-13માં તેમને ફરી અફઘાનિસ્તાન મોકલવામાં આવ્યા.જૂન 2015માં તેમણે સેનામાંથી રાજીનામું આપ્યું.પ્રિન્સ હેરીએ 10 વર્ષ બ્રિટીશ સેનામાં સેવા આપી.તેમણે સેના છોડી ત્યારે તેઓ ક્પેટનનો હોદ્દો ધરાવતા હતા.