રિઝર્વ બેંક ગવર્નર સરકારનો નોકર નથી હોતો...તેને નોકર સમજવો તે સરકારની ભૂલ છેઃ રઘુરામ રાજન
ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું છે કે,રિઝર્વ બેંકનો ગવર્નર સરકારનો નોકર નથી હોતો અને તેને નોકર સમજવો તે સરકારની મોટી ભૂલ છે.રઘઉરામ રાજને એક પુસ્તક લખ્યું છે... I DO WHAT I DO...આ પુસ્તકમાં તેમણે આ વાત કહી છે.પુસ્તકમાં તેમણે કહ્યું છે કે,રિઝર્વ બેંકના ગવર્નરના પદ અંગે સરકારે તેના વલણમાં સુધારો કરવાની જરૂર છે.
I DO WHAT I DO પુસ્તકમાં તેમણે લખ્યું છે કે,રિઝર્વ બેંકના ગવર્નરના અધિકારોની સ્પષ્ટ વ્યાખ્યા ન હોવાનો સૌથી મોટો ભય આ જ છે કે,તેની શક્તિઓ ઓછી કરવાની નોકરશાહ સતત કોશિશ કરતું રહે છે.તેમણે કહયું છે કે,ગવર્નરની શક્તિઓ વિશે હાલની સરકાર પહેલાની સરકારો પણ આવું જ કરતી હતી અને તેના કારણે અર્થવ્યવસ્થામાં રિઝર્વબેંકની ભૂમિકા નબળી પડી છે.

I DO WHAT I DO પુસ્તકમાં રઘુરામ રાજનના ભાષણો અને લેખોનો સમાવેશ કરાયો છે.રિઝર્વબેંકના ગવર્નર તરીકેના પુરા કાર્યકાળ વિશે તેમાં કશું નથી લખાયું.
ઉલ્લેખનિય છે કે,રઘુરામ રાજને રિઝર્વ બેંકનું ગવર્નર પદ છોડતાં પહેલાં કહ્યું હતું કે, ભારતના વ્યાપક આર્થિક સ્થાયિત્વ માટે મજબૂત અને સ્વતંત્ર રિઝર્વ બેંકની જરૂર છે,જે સૌથી વધુ મહત્વપૂર્ણ છે.તેમણે પૂર્વ ગવર્નર ડૉકટર સુબ્બારાવની વાતનો ઉલ્લેખ કર્યો હતો.જેમણે એકવાર કહયું હતું કે, નાણામંત્રી એક દિવસ કહેશે કે,હું રિઝર્વબેંકના ગવર્નરથી ઘણીવાર પરેશાન હોઉં છું,એટલો બધો પરેશાન કે,હું ફરવા બહાર જતો રહેવા ઇચ્છુ છું,ભલે મારે એકલાએ જ જવું પડે.
રાજને કહ્યું હતું કે,કામકાજ મામલે સ્વતંત્ર નિર્ણય લેવાની સ્વતંત્રતા રિઝર્વ બેંક માટે મહત્વપૂર્ણ છે.