India / gujarath
રાહુલનો મોદીને સવાલ નંબર બેઃ ગુજરાતનું દેવું 2,41,000 કરોડ રૂપિયા,દરેક ગુજરાતીના માથે 37,000 રૂપિયાનું દેવું,કેમ ?
01:11 PM on 30th November, 2017

ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતી અને સરકાર બનાવવા મરણીયા પ્રયાસ કરી રહેલા મોદીની રાહુલ કોઇ કડવી કે અયોગ્ય ટીકા કરવાને બદલે ગઇકાલથી સવાલ પૂછી રહ્યા છે.ગઇકાલે સવાલ પૂછ્યા પછી રાહુલે આજે મોદીને બીજો સવાલ પૂછ્યો છે અને તે છે ગુજરાત સરકાર પરના હજારો કરોડો રૂપિયાના કરજનો.

રાહુલે આજે ટ્વિટ કરીને પૂછ્યું કે,22 વર્ષોનો હિસાબ,ગુજરાત માગે જવાબ ! ગુજરાતની સ્થિતિ અંગે વડાપ્રધાનને બીજો સવાલ- 1995માં ગુજરાત સરકાર પર 9183 કરોડ રૂપિયાનું દેવું હતું આ દેવું 2017માં વધીને2,41,000 કરોડ રૂપિયા થઇ ગયું છે.તેનો અર્થ એ થયો કે,આજે દરેક ગુજરાતીના માથા પર 37000 રૂપિયાનું કરજ છે.તમારા ખરાબ નાણાકીય મેનેજમેન્ટ અને પબ્લિસિટીની સજા ગુજરાતની જનતા શું કામ ભોગવે ?

 

ઉલ્લેખનિય છે કે,ગઇકાલે રાહુલે પૂછેલું કે,2012માં વચન આપ્યું હતું કે, નવા 50 લાખ ઘર આપશો.5 વર્ષમાં બનાવ્યા માત્ર 4.72 લાખ ઘર.વડાપ્રધાનજી બતાવો કે,વચન પુરું કરવામાં હજુ બીજા 45 વર્ષ લાગશે ?

રાહુલ વાસ્તવિક આંકડા બતાવી સવાલો પૂછે છે અને મોદી છેલ્લા બે દિવસથી ભાવનાત્મક ભાષણો કરી મત માગી રહ્યા છે.મોદીએ રાહુલના સવાલોનો જવાબ આપવો જોઇએ અને રાહુલ ખોટું બોલતા હોય તો તેમને ખુલ્લા પાડવા જોઇએ.

 
 

Read Also

 
Related News