સોનિયા ગાંધીના 20 વર્ષના શાસનનો અંતઃ કોંગ્રેસના અધ્યક્ષપદ માટે રાહુલે ઉમેદવારી પત્ર દાખલ કર્યું, બિનહરીફ ચૂંટાવું નિશ્ચિતઃ રાહુલને સર્વસમ્મતિથી અધ્યક્ષ બનાવવાના પ્રસ્તાવ પહેલા જ પારિત થઇ ગયા છે...તો ચૂંટણી ? ઔપચારિકતા માત્ર ?
કોંગ્રેસના કાર્યકર્તાઓ લાંબા સમયથી ઇચ્છતા હતા તે હવે બનશે,રાહુલ ગાંધી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ હશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટવા માટે પક્ષમાં ચૂંટણી (!) થવાની છે અને તે માટે રાહુલે આજે પક્ષના ચૂંટણી અધિકારી સમત્ર પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું.રાહુલે ઉમેદવારી પત્ર દાખલ કર્યું તે પહેલાં પૂર્વ રાષ્ટ્રપતિ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રણવ મુખર્જીએ રાહુલના કપાળ પર તિલક કર્યું હતું.

ઉમેદવારી પત્ર દાખલ કરવા ગએલા રાહુલ સાથે પક્ષના વરિષ્ઠ નેતાઓ મનમોહનસિંહ,શીલા દીક્ષિત,અહમદ પટેલ,મોતીલાલ વોરા,કમલનાથ,મોહસિના કિડવાઇ અને અશોક ગહેલોત ઉપસ્થિત રહ્યા હતા.અધ્યક્ષ પદ માટે કુલ 90 પ્રસ્વાત દાખલ થશે અને દરેક પ્રસ્તાવના 10 પ્રસ્તાવક હશે.
મનમોહનસિંહે કહ્યું કે,અધ્યક્ષપદની ભૂમિકા સોનિયા ગાંધીએ ભવ્ય રીતે નિભાવી છે અને રાહુલ તેને આગળ લઇ જશે.રાહુલના નેતૃત્વમાં કોંગ્રેસ આગળ વધશે.
આનંદ શર્માએ કહ્યું કે,રાહુલને સર્વસમ્મતિથી અધ્યક્ષ બનાવવા પ્રસ્તાવ પારિત થયા છે.કોંગ્રેસ હંમેશા સમજી-વિચારીને નિર્ણય કરે છે.રાહુલને ઉપાધ્યક્ષ બનાવાયા ત્યારે ચાર વર્ષ પહેલા જ અમે આ નિર્ણય કરી લીધો હતો.કોંગ્રેસ એક થઇને રાહુલ સાથે ઉભી છે.
અશોક ગહેલોતે કહ્યું કે,તેમના પક્ષમાં લોકશાહી છે.ભાજપે જવાબ આપવો જોઇએ કે,તેમના પક્ષમાં લોકશાહી છે ? ભાજપનો અધ્યક્ષ આરએસએસ નક્કી કરે છે.