India / gujarath
દલિત શક્તિ કેન્દ્રની મુલાકાત,વિશાળ રાષ્ટ્રધ્વજનો સ્વીકાર અને અસ્પૃશ્યતાની કુપ્રથાથી મુક્તિના સોગંદ,રાહુલની ચૂંટણી ચાલ કે કોંગ્રેસનું માનવીય વલણ ?
11:45 AM on 23rd November, 2017

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જે કામ કરવાની ના કહી તે કામ કરીને રાહુલ ગાંધી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્પરેસને કેટલો ફાયદો અને ભાજપને  નુકસાન કરાવી શકશે ? વાત છે વિશાળકદના રાષ્ટ્રધ્વજના સ્વીકારની.

રાહુલ ફરી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.તેઓ આવતીકાલે શુક્રવારે ગુજરાત આવશે અને બે દિવસ રોકાશે.આ દરમિયાન તેમને દલિત શક્તિ કેન્દ્ર વિશાળ કદનો રાષ્ટ્રધ્વજ ભેટ કરશે.રાહુલ આ વિશાળ રાષ્ટ્ર ધ્વજ સ્વીકારવા સાથે અસ્પૃશ્યતાની ક્રૂર પ્રથા આજે પણ જોવા મળે છે તેનાથી મુક્તિના સોગંદ પણ લેશે.

દલિત શક્તિ કેન્દ્ર દ્વારા ભેટ અપાનારા વિશાળ રાષ્ટ્ર ધ્વજના રાહુલ દ્વારા સ્વીકારની ઘટનામાં એક બીજી મહત્વની ઘટના છુપાએલી છે.આ જ વિશાળ રાષ્ટ્રધ્વજ દલિત શક્તિ કેન્દ્રમાં મુખ્યમંત્રી રૂપાણીને ઓફર કરવામાં આવેલો અને જે રીતે બાબા સાહેબ આંબેડકરે અસ્પૃશ્યતાના કુરિવાજનો અંત લાવવા પ્રયાસ કરેલો તેવો પ્રયાસ કરવા રૂપાણીને કહેવામાં આવેલું પણ તેમણે ધ્વજ સ્વીકારવાની ના કહી હતી.

 

 

રૂપાણીએ ધ્વજ સ્વીકારવાની ના કહી તે અંગે ગાંધીનગર કલેકટર કચેરીના અધિકારીઓએ કહ્યું હતું કે,આટલા મોટા રાષ્ટ્રીય ધ્વજને રાખવાની જગ્યાના અભાવે મુખ્યમંત્રી ધ્વજ સ્વીકારી ન શક્યા.

દલિત શક્તિ કેન્દ્રની અખબારી યાદીમાં કહેવાયું છે કે,શુક્રવારે રાહુલ ગાંધી દલિત શક્તિ કેન્દ્ર આવશે અને અને ભારતના નાગરિકો તરફથી પુરા સમ્માન સાથે રાષ્ટ્રીય ધ્વજનો સ્વીકાર કરશે અને દેશને અસ્પૃશ્યતાની પ્રથામાંથી મુક્ત કરવાનું વચન આપશે.

ગુજરાતના કુલ મતદારોમાં 7 ટકા દલિત મતદારો છે અને વિધાનસભાની 182 બેઠકોમાં 13 બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે ત્યારે આવતીકાલે દલિત શક્તિ કેન્દ્રની મુલાકાત,ત્યાં રાષ્ટ્રધ્વજનો સ્વીકાર અને અસ્પૃશ્યતાની પ્રથામાંથી દેશને મુક્ત કરવાનું 

વચન આપવાની ઘટના અનુસૂચિત જાતિ માટેની અનામત 13 બેઠકમાંથી કેટલી બેઠકો કોંગ્રેસને અપાવશે તે જોવું રહ્યું.વર્ષ 2012માં આ 13 બેઠકમાંથી 10 બેઠક ભાજપને મળી હતી અને 3 કોંગ્રેસને.

 
 

Read Also

 
Related News