India / gujarath
GST જંગઃ નાણામંત્રી જેટલીના પારોઠના પગલાં,ભાજપનો નૈતિક પરાજય પણ કોંગ્રેસનો વિજય નહીં, રાહુલ અને ચિદમ્બરમે ગુજરાતની જનતાને આપ્યો શ્રેય...જનતા મત આપશે ? GST ઘટાડા માટે પણ નિમિત્ત તો ગુજરાત જ બન્યું,મોદીનું મોડલ સ્ટેટ,એ કંઇ જેવી તેવી વાત થોડી છે ? મોદી માટે સંતોષની વાત હોવી જોઇએને ?
02:29 PM on 11th November, 2017

આ તો થવાનું જ હતું...GSTમાં કેન્દ્ર સરકાર સતત પારોઠના પગલાં ભરી રહી છે. GST કાઉન્સિલની ગૌહાટીમાં ગઇકાલે શરૂ થએલી બેઠકમાં 177 વસ્તુઓને 28 ટકાના સ્લેબમાંથી બહાર કાઢી 18 ટકા સ્લેબમાં લાવવાનો નિર્ણય કરવો પડ્યો.સીધી વાત છે કે કોંગ્રેસ ખુશ થાય જ. જો કે,કોંગ્રેસે મુત્સદ્દી બતાવી અને GSTમાં સરકારના પારોઠના પગલાનો જશ ગુજરાતની જનતાને આપ્યો.

GSTના સ્લેબ નક્કી કરવામાં નાણામંત્રી ગોથું ખાઇ ગયા તે તો હવે તેમણે જ કબૂલ કરી લીધું છે. ગઇકાલે GST કાઉન્સિલમાં કરવામાં આવેલો નિર્ણય GSTનો કદાચ છઠો-સાતમો સુધારો છે અને હજુ પણ સુધારાને અવકાશ છે.

 

 

ગુજરાતમાં પરાજયની ભારોભાર શક્યતા જોઇ ગએલી રાજ્ય અને કેન્દ્ર સરકારે ચૂંટણી જીતવા ગઇકાલે 177 વસ્તુઓને સસ્તી કરવાનો નિર્ણય લીધો હોવાનું કોંગ્રેસે કહ્યું છે.

આજથી ત્રણ દિવસની ગુજરાતની મુલાકાતે આવેલા રાહુલબાબાએ કહ્યું કે,ગબ્બરસિંહ ટેકસની ન તો ગુજરાતને જરૂર છે કે ન તો દેશને.કોંગ્રેસ પહેલેથી જ કહે છે કે,દેશને એક સાદા ટેક્સની જરૂર છે.મોદી સરકારે કોઇની સલાહ લીધા વિના અડધી રાતે GST લાગુ કરી દીધો.કોંગ્રેસ અને દેશની જનતાએ દબાણ કર્યું અને મોદી સરકારે GSTમાં પરિવર્તન કરવું પડયું.ટેક્સ ઘટાડવા ગુજરાતની જનતાએ સરકારને વિવશ કરી.

કોંગ્રેસ સરકારના પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે કહ્યું કે,ભલે મોડો પણ મોદી સરકારે ધડો લીધો ખરો.કોંગ્રેસ પહેલાથી જ GST ઘટાડાના પક્ષમાં હતા પણ હવે છેક 28 ટકાના સ્લેબમાંથી અનેક વસ્તુઓને દૂર કરવામાં આવી.મોદી સરકારના આ પગલાંથી કોંગ્રેસ દોષ મુક્ત બની છે.

ચિદમ્બરમે ટ્વિટ કરી કહ્યું હતું કે,ગુજરાત તારો આભાર,તમારી ચૂંટણીએ તે કરી બતાવ્યું જે સંસદ અને સામાન્ય સમજથી ન કરી શકાયું.

 
 

Read Also

 
Related News