World / Politics
વડાપ્રધાન બનવા હું હવે તૈયાર છું,2012માં કોંગ્રેસને અભિમાન આવી ગયું હતું,ભાજપ મારા વિરૂદ્ધ એજન્ડા ચલાવે છે,મોદી મારા કરતાં વધુ સારો સંવાદ કરી શકે છે,અમારો દેશ પરિવારવાદથી જ ચાલે છેઃ અમેરિકાની બર્કલે યુનિવર્સિટીમાં રાહુલની કબૂલાતો !
12:35 PM on 12th September, 2017

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી હાલમાં અમેરિકાના પ્રવાસે છે.કેલિફોર્નિયા રાજ્યની બર્કલે યુનિવર્સિટીમાં તેમણે વિદ્યાર્થીઓને સંબોધન કર્યું તેમાં ઘણી વાતોનો સ્વીકાર કર્યો,મોદી સરકારની ટીકા કરી,મોદીના એક ગુણની પ્રશંસા કરી.ભારતમાં લોકસભાની બેઠકોનો આંકડો કહેવામાં તેમણે ભૂલ કરી હતી.

બર્કલે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સંબોધન કરતાં રાહુલે કહ્યું કે,ભારતમાં હાલમાં હિંસાની રાજનીતિ ચાલી રહી છે.હિંસામાં મેં મારા દાદી અને પિતાને ગુમાવ્યા છે તેથી હિંસાની પીડા મારા કરતાં વધુ સારી રીતે કોણ જાણી શકે ? સ્વતંત્ર વિચારધારા ધરાવતા પત્રકારોની ભારતમાં હત્યા કરવામાં આવી રહી છે. હિંસાથી કોઇને ફાયદો નથી.ભારત સદીઓથી અહિંસાનું પૂજારી રહ્યું છે અને અહિંસાના રસ્તે જ આગળ વધશે.

 

લોકશાહીમાં નીતિગત નિર્ણયોમાં બધાને સાથે લઇને ચાલવું જોઇએ.મોદી સરકારે નોટબંધીનો નિર્ણય લીધો તેમાં સંસદને પણ ભરોસામાં ન લીધી.તેનું પરિણામ એ આવ્યું કે,જીડીપી 2 ટકા ઘટી ગયો.રોજગાર માટે લોકોએ સંઘર્ષ કરવો પડી રહ્યો છે.ભારતની અર્થવ્યવસ્થાને મોટું નુકસાન થયું છે.

રાહુલે કહ્યું કે,સત્તામાં અહંકાર ન હોવો જોઇએ.તેમણે એ વાતનો સ્વીકાર કર્યો કે,2012માં કોંગ્રેસને અભિમાનઆવી ગયું હતું અને લોકો સાથે સંવાદ બંધ કરી દીધો હતો.અહંકારથી બચવું જોઇએ.કોંગ્રેસની નીતિ છે સંવાદ દ્વારા લોકોને સાથે લઇને ચાલવાની.

તેમણે કહ્યું કે,માહિતીના અધિકાર આરટીઆઇને મોટું નુકસાન કર્યું છે.સિસ્ટમમાં પારદર્શિતા લાવવા અમે આરટીઆઇ લાવ્યા હતા.

ભારતે નોકીરઓ ઉભી કરવી પડશે.ચીનની નીતિ પર ચાલીને ભારત નવી નોકરીઓનું સર્જન ન કરી શકે.અમારે તો લોકશાહીના માર્ગે આ કરવાનું છે.ભારતમાં નાના અને મધ્યમવર્ગના વ્યવસ્યામાં જ નોકરીઓ છે.

રાહુલે કહ્યું કે,ભાજપે હજારો લોકોને સોશિયલ મીડિયા પર બેસાડ્યા છે જેઓ આખો દિવસ મારા વિરૂદ્ધ એજન્ડા ચલાવતા રહે છે.મારા દરેક નિવેદન અને કામને ખોટા દર્શાવે છે.દુનિયા મને જોઇ રહી છે.મારા કામ પરથી મારા વિશે અભિપ્રાય બાંધવો જોઇએ.

ભારતમાં મોદી શાસનમાં બધી સત્તા સંસદ બહાર વડાપ્રધાન કાર્યાલયમાં છે.

 

રાહુલે કહ્યું કે,મેં,મનમોહિસિંહ.ચિદમ્બરમ અને જયરામ રમશે 9 વર્ષ સુધી કાશ્મીર માટે કામ કર્યું.મેં જ્યારે કામ શરૂ કર્યું ત્યારે કાશ્મીરમાં આતંકવાદ ચરમ પર હતો.અમે પંચાયતી રાજ અંગે કામ કર્યું.નાના સ્તરે લોકો સાથે વાત કરી પણ અમે મોટા મોટા ભાષણ ન આપ્યા.

રાહુલે કહ્યું કે,કોંગ્રેસ તેના વરિષ્ઠ નેતાઓને એકદમ બહાર નથી કરી દેતી.જુનિયર અને સિનિયર નેતાઓ વચ્ચે સંબંધ અને સંપર્ક રહે છે.અમે ધીમે ધીમે કામ કરી રહ્યા છીએ.2012માં અમે ભૂલો કરી,લોકોથી દૂર થયા અને તેથી 2014માં અમે હારી ગયા.

સંબોધન પછી જે સવાલ-જવાબ થયા તેમાં રાહુલે કહ્યું કે,અમારો દેશ પરિવારવાદથી જ ચાલે છે.તેમણે કહ્યું કે,પરિવારવાદ બાબતે અમને નિશાન ન બનાવો.અમારો દેશ આ જ રીતે કામ કરે છે.અમારા દેશમાં પરિવારવાદના અનેક ઉદાહરણ છે.અખિલેશ યાદવ,એમ કે સ્ટાલિન,અભિષેક બચ્ચન.આમાં હું કંઇ ન કરી શકું.વાત એ છે મહત્વની કે,જે તે વ્યક્તિમાં ક્ષમતા છએ કે નહીં.મુકેશ અંબાણી પછી તો હવે ઇન્ફોસિસમાં આ વાત જોવા મળી રહી છે.મારા પક્ષમાં આ બાબત ઓછી કરવા હું પ્રયાસ કરી રહ્યો છું.

ભારતમાં લોકસભાની બેઠકોની સંખ્યાનો ઉલ્લેખ કરતાં રાહુલ ભૂલ કરી ગયા.તેમણે કહ્યું કે,લોકસભામાં 546 બેઠક છે જ્યારે કે,સાચો આંકડો છે 545.રાહુલના વિરોધીઓએ આ વાત પકડી લીધી છે અને સોશિયલ મીડિયા પર રાહુલની મજાક કરી રહ્યા છે.

 
 

Read Also

 
Related News