India / gujarath
રાહુલનો ગુજરાતનો ત્રીજો ફેરો પણ ભાષણ એક જ,33000 કરોડ,5-6 ઉદ્યોગપતિઓઃ રાહુલનું ભાષણ લોકોને મોઢે થઇ ગયું છે,કોઇ રચનાત્મક,સકારાત્મક,નક્કર આયોજનની વાત પણ કરવી જોઇશે
01:08 PM on 03rd November, 2017

ગુજરાતમાં ભાજપ ભયમાં છે તે નિશ્ચિત છે અને 2012 જેટલી બેઠકો નહીં મળે તે દિવાલ પરનું લખાણ છે.કોંગ્રેસ માટે વાતાવરણ ઉત્સાહનજક છે પણ રાહુલનું ઝેરોક્સ ભાષણ હવે લોકોને કંટાળો આપે છે.

રાહુલ ગુજરાતની ત્રીજા વખતની મુલાકાતે છે.આજે તેઓ પારડીમાં હતા.પારડીમાં તેમણે ભાષણ શરૂ કરતાં જ પહેલી બે લાઇનો સાંભળીને લોકોએ સમજી લીધું કે,હવે તેઓ શું શું બોલશે.રાહુલના ભાષણ લોકોને મોઢે થઇ ગયા છે.પારડીમાં પણ રાહુલે ટાટાની,નેનોની,33000 કરોડની,લોકોનું પાણી ઉદ્યોગોને અપાતું હોવાની,5-6 ઉદ્યોગપતિઓ જ ખુશ હોવાની,સમાજમાં બધા દુખી હોવાની,ચીનમાં રોજ 50,000 લોકોને અને ભારતમાં રોજ 450 લોકોને રોજગારી મળતી હોવાની વાતો કરી.

 

 

આજે રાહુલે એક જ નવું કામ કર્યું તેમના ભાષણમાં મહાભારતનું ઉદાહરણ આપ્યું.દુર્યોધન અને અર્જુન ભગવાન કૃષ્ણને મળવા ગયા.ભગવાન કૃષ્ણે કહ્યું કે,યુદ્ધ ન થાય તો સારું.પાંડવોને પાંચ ગામ આપી દો પણ દુર્યોધન પાસે શક્તિ અને પૈસા હતા,તેણે સોઇની અણી જેટલી જમીન પણ આપવાની ના કહી દીધી.ગુજરાતમાં પણ એક તરફ પુરી પ્રજા છે અને બીજી બાજુ 5-6 ઉદ્યોગપતિ.

રાહુલે કહ્યું કે,મોદીજી પાસે બહુ શક્તિ છે પણ ગુજરાતમાં જીતશે તો કોંગ્રેસ જ કારણ કે,સત્ય અમારી પાસે છે.ભાજપ કેટલી પણ તાકાત લગાવે,તેની પાસે સચ્ચાઇ નથી.ગુજરાતનું સત્ય અને ભાજપનું સત્ય જુદા જુદા છે.ભાજપનું સત્ય સૂટ-બૂ઼ટવાળાઓ સાથે દોસ્તી છે.ગુજરાતનું સત્ય છે બેકારી,ખેડૂતોની પીડા,મોંઘું શિક્ષણ,ભ્રષ્ટાચાર,પાટીદારો અને દલિતો પર જુલમ.

રાહુલમાં ઘણું પરિવર્તન આવ્યું છે.તે કંઇક નવું કરી રહ્યા છે.યુવકો સાથે સેલ્ફી લઇ રહ્યા છે.આ વાત યુવાઓને પસંદ છે.

 
 

Read Also

 
Related News