India / gujarath
રાહુલ આવ્યા તે સારું કર્યું...દેર આયે પણ દુરસ્ત નહીં...! મોદીની મુલાકાત અને રૂપાણીના પાંચ દિવસના પડાવ પહેલા આવ્યા હોત તો કોંગ્રેસને ફાયદો મળત...ખૈર...!
06:29 PM on 04th August, 2017

ઉત્તર ગુજરાતને અતિ ભારે વરસાદે ઘમરોળી નાંખ્યું,ઉત્તર ગુજરાતમાં પૂર આવ્યા, હજારો લોકો બેઘર બન્યા.અનેક લોકોના મોત થયા,સેંકડો પશુના મોત થયા,ઉભા પાકનો નાશ થયો...ઘર અને જમીન બરબાદ થઇ ગયા..વડાપ્રધાને ગુજરાત આવી ઉત્તર ગુજરાતની ઉડતી મુલાકાત લીધી અને સહાય પણ જાહેર કરી...પૂરના પાણી ઓસરી ગયા...રાજ્યના મુખ્યમંત્રીએ પાંચ દિવસ ઉત્તર ગુજરાતમાં પડાવ કર્યો અને શાસન ત્યાંથી ચલાવ્યું,પૂર અસરગ્રસ્તોની મૂલાકાત લીધી,આર્થિક સહાયની જાહેરાત કરી,ભાજપના કાર્યકરો અને અન્ય સંસ્થાઓ જીવન જરૂરી ચીજોના ટ્રક ભરી ભરીને સહાયે આવી અને તે પછી આજે રાહુલ ગાંધી આવ્યા...! લોકો સમક્ષ 1 મિનિટ,7 સેકન્ડ બોલ્યા અને જતા રહ્યા...!

 

 

ગુજરાત કોંગ્રેસના નેતાઓ થાપ ખાઇ ગયા.તેમણે મોદી પહેલા પણ રાહુલને બોલાવી લેવા જોઇતા હતા.ગુજરાત કોંગ્રેસના નેતાઓ જો આ કરી શક્યા હોત તો ભાજપને બરાબરની ભેરવી શકવાનો મોકો મળી શકત પણ સમય મુજબ ઘા કરવાની સમજ-શક્તિ અને ક્ષમતા ગુજરાત કોંગ્રેસના નેતાઓ ખોઇ ચુક્યા છે.રાહુલને છોડો ભરતસિંહ સોલંકી પણ ઉત્તર ગુજરાત ન ગયા...મોદી આવીને ગયા પછી ભરતસિંહ સોલંકી અને ગહેલોતને સુઝવું જોઇતું હતું કે,રાહુલબાબને જલ્દી બોલાવવા જોઇએ અને રાહુલ આવે તે પહેલા ભરતસિંહને મોકલવા જોઇતા હતા...પણ દૂધ ઢોળાયા પછી લીપણનો શું અર્થ ?

 

રાહુલથી બીજી એક ભૂલ એ થઇ કે,તેમના હાલ-ચાલમાં ચૂંટણી પ્રચાર છલકાતો હતો...પૂર અસરગ્રસ્તો માટેની સંવેદના કે આશ્વાસન ન જણાયા....બોલ્યા તો પણ માત્ર 1 મિનિટ અને 7 સેકન્ડ અને તેમાં પણ પૂર અસરગ્રસ્તો માટેની કોઇ ઉંડી,અસરકારક,ગંભીર સંવેદના જોવા-સાંભળવા ન મળ્યા.રાહુલે એક જોરદાર ડાયલોગ બોલ્યા પણ તે ભાજપના વિરોધ પ્રદર્શનકારીઓ માટે હતો...કાળા વાવટા બતાવી રહેલા ભાજપના કાર્યકરો માટે રાહુલે પોલીસને કહ્યું કે,ભૈયા,આને દો ઉનકો...હમે કોઇ ફર્ક નહીં પડતા..ઐસે એક દો

કાલે ઝંડેસે હમ ડરનેવાલે નહીં...!

રાહુલની આજની ઉત્તર ગુજરાતની મુલાકાતનો સારાંશ કે બોધ એટલો જ કે,લગ્નના ગીત લગ્ન ટાણે જ સારા લાગે...લગ્ન વિના ગાઇએ તો કોઇ ન સાંભળે....!


 
 

Read Also

કહાનીમેં બડા ટ્વિસ્ટ....! ગુરમીતના ડેરાને બરબાદ કરી દેવાનું દાદાને આપેલું વચન પુરું કરી રહી છે હનીપ્રીત ? ગુરમીત સાથેનો સંબંધ હનીપ્રીતની ગહરી ચાલ હતી ? ગુરમીતે તેની ઇજ્જત લૂંટી તેનો બદલો લેવા હનીપ્રીતે આટલા વર્ષ પ્રેમનું નાટક કર્યું ?કુમારી જે. જયલલિતાના મોત અંગે AIADMKના નેતાને પણ શંકા, બીમારી અંગે દબાણ કરી ખોટું બોલાવાયુંનો સ્વીકારઉત્તર કોરિયા પછી હવે ઇરાન...અમેરિકાની જગત જમાદારી સામે વધી રહેલા પડકાર, ઇરાને કર્યું મિસાઇલ પરીક્ષણગુરમીતની LOVER છે હનીપ્રીત,કોઇનામાં તાકાત નથી તેની હત્યા કરવાનીઃ વિશ્વાસ ગુપ્તાકાશ્મીર મામલાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવા ઇચ્છતા પાકિસ્તાનને ચીને પણ લાત મારી

 
Related News