India / Business
સ્વતંત્રતા દિવસ નિમિત્તે ભેટ,'ડેટાકી આઝાદી' ...70 રૂપિયામાં એક વર્ષ માટે અનલિમિટેડ ડેટા ! JIO સામે RCOM...
06:47 PM on 14th August, 2017

રિલાયન્સ જિયોને ટક્કર મળશે RCOM તરફથી એટલે કે,મુકેશ અંબાણી વિરૂદ્ધ અનિલ અંબાણી.અનિલ અંબાણીની માલિકીની રિલાયન્સ કોમ્યુનિકેશન એટલે કે RCOMએ સ્વતંત્રતા પર્વ નિમિત્તે તેમના પ્રિ-પેઇડ ગ્રાહકો માટે એક વિશેષ ભેટની ઘોષણા કરી છે...માત્ર 70 રૂપિયામાં એક વર્ષ માટે 2G અનલિમિટેડ ડેટા...!

મીડિયા રિપોર્ટ કહે છે કે,રિલાયન્સ કોમ્યુનિકેશને આ ઓફરનું નામ 'ડેટાકી આઝાદી' રાખ્યું છે.70 રૂપિયામાં એક વર્ષ માટે અનલિમિટેડ ડેટા અને તે પણ પ્રિ-પેઇડ ગ્રાહકો માટેની ઓફર મર્યાદીત સમય માટે છે.જે પણ ગ્રાહક આ ઓફરનો લાભ લેવા માગતા હોય તેમણે 14થી16 ઓગસ્ટ દરમિયાન આ લાભ લઇ લેવો પડશે.

 

આ ઓફર હેઠળ એક વર્ષ માટે 2G અનલિમિટેડ ડેટા મળશે અને  RCom GSM સિમ કાર્ડ યુઝર્સને એક વર્ષ માટે રોજ 1GB ડેટા મળશે. RCom LTE સિમ કાર્ડ યુઝર્સને પણ 1GB 2G ડેટા એક વર્ષ માટે દર મહિને મળશે.આ પ્લાનમાં 56 રૂપિયાનો ટૉક ટાઇમ પણ આપવામાં આવશે.આ પ્લાન પુરા દેશમાં લાગુ કરાશે.ચિંતાની વાત એ છે કે,4Gના જમાનામાં ગ્રાહકો 2Gને પસંદ કરશે ?


 
 

Read Also

 
Related News