World / Politics
ISIS પર રશિયાએ ફાધર ઓફ ઓલ બોંબ ફેંક્યો,ટોચના ચાર કમાંડર મરાયા
04:33 PM on 12th September, 2017

અમેરિકાએ મધર ફાધર ઓફ ઓલ બોંબનો ઉપયોગ કર્યો હતો.હવે રશિયાએ ફાધર ફાધર ઓફ ઓલ બોંબનો ઉપયોગ આતંકી સંગઠન ISIS પર રશિયાએ કર્યો છે.આ બોંબ સૌથી મોટો બિનપરમાણુ બોંબ હતો.આ હુમલામાં ISISના ટોચના ચાર કમાંડર મરાયા છે.આ બોંબ પૂર્વી સીરિયાના દેર અજ જોર શહેર પર ફેંકવામાં આવ્યો હતો.અમેરિકાના મધર ઓફ ઓલ બોંબ કરતાં રશિયાનો આ ફાધર ઓફ ઓલ બોંબ ચારગણો મોટો હતો.ઉલ્લેખનિય છે કે,અમેરિકાએ એપ્રિલ 2017માં અફઘાનિસ્તાનમાં ISISના અડ્ડા પર મધર ઓફ ઓલ બોંબ ફેંક્યો હતો.તેમાં 11 ટન વિસ્ફોટક હતા જ્યારે રશિયાએ ફેંકેલા ફાધર ઓફ ઓલ બોંબમાં 44 ટન વિસ્ફોટક હતા.રશિયાના આ હુમલામાં 40 આતંકી માર્યા ગયા છે.જેમાં ISISના ટોચના કમાંડરો અબુ મહંમદ અલ શિમાલી અને ગુમુરોદ ખલીમોવનો સમાવેશ થાય છે.

 

ઉલ્લેખનિય છે કે,ફાધર ઓફ ઓલ બોંબનું પરીક્ષણ રશિયાએ 2007માં કર્યું હતું અને અમેરિકાએ મધર ઓફ ઓલ બોંબનું પરીક્ષણ 2003માં કર્યું હતું.આ બોંબથી થતો વિનાશ પરમાણુ બોંબ જેવો જ હોય છે તેમાં રેડિએશન નથી હોતું.આ બોંબ ફેંકવામાં આવે પછી તે હવામાં જ ફાટે છે અને તેના વિસ્ફોટથી એટલી ગરમી નિકળે છે કે,તે તેના લક્ષ્યને વરાળમાં બદલી નાંખે છે.

 
 

Read Also

કહાનીમેં બડા ટ્વિસ્ટ....! ગુરમીતના ડેરાને બરબાદ કરી દેવાનું દાદાને આપેલું વચન પુરું કરી રહી છે હનીપ્રીત ? ગુરમીત સાથેનો સંબંધ હનીપ્રીતની ગહરી ચાલ હતી ? ગુરમીતે તેની ઇજ્જત લૂંટી તેનો બદલો લેવા હનીપ્રીતે આટલા વર્ષ પ્રેમનું નાટક કર્યું ?કુમારી જે. જયલલિતાના મોત અંગે AIADMKના નેતાને પણ શંકા, બીમારી અંગે દબાણ કરી ખોટું બોલાવાયુંનો સ્વીકારઉત્તર કોરિયા પછી હવે ઇરાન...અમેરિકાની જગત જમાદારી સામે વધી રહેલા પડકાર, ઇરાને કર્યું મિસાઇલ પરીક્ષણગુરમીતની LOVER છે હનીપ્રીત,કોઇનામાં તાકાત નથી તેની હત્યા કરવાનીઃ વિશ્વાસ ગુપ્તાકાશ્મીર મામલાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવા ઇચ્છતા પાકિસ્તાનને ચીને પણ લાત મારી

 
Related News