India / Politics
દેશભરમાં રેયાન ઇન્ટરનેશનલ સ્કૂલ બહાર વાલીઓના ઉગ્ર વિરોધ પ્રદર્શન,સીબીઆઇ તપાસની માગણી,સ્કૂલ મેનેજમેન્ટ વિરૂદ્ધ કાર્યવાહી,ચેરમેન,સીઇઓ,એમડીએ કરી આગોતરા જામીન અરજી !
01:06 PM on 12th September, 2017

ગુરૂગ્રામની રેયાન ઇન્ટરનેશનલ સ્કૂલના ધોરણ 2ના વિદ્યાર્થી પ્રધુમ્ન ઠાકુર સાથે સૃષ્ટી વિરૃદ્ધનું કૃત્ય કરવાની કોશિશ અને હત્યાની અમાનવીય,ક્રૂર,જઘન્ય ઘટના પછી વાલીઓનો રોષ ફાટી નિકળ્યો છે.દિલ્લી,મુંબઇ અને અન્ય શહેરોમાં રેયાન ઇન્ટરનેશનલ સ્કૂલ બહાર વાલીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.રેયાન ઇન્ટરનેશનલ સ્કૂલના ચેરમેન,સીઇઓ અને એમડીને તેમની ધરપકડની શકયતા લાગતા આગોતરા જામીન અરજી કરી છે.પ્રધુમ્નના પિતાઓ આ ઘટનાની તપાસ સીબીઆઇ દ્વારા કરાવવાની માગણી કરી છે.

ઉલ્લેખનિય છે કે,સુપ્રીમ કોર્ટ આજે પ્રદ્યુમ્ન હત્યા કેસ સંબંધિત અરજીની આજે સુનાવણી કરવાની છે.ગઇકાલે જ્યારે સુનાવણી ચાલી રહી હતી ત્યારે પ્રદ્યુમ્નના પિતા વરૂણ ઠાકુર પર હરિયાણાના મુખ્યમંત્રી મનોહર ખટ્ટરનો ફોન આવ્યો હતો.ખટ્ટરે કહ્યું હતું કે,જો વરૂણ ઠાકુર પોલીસ તપાસથી સંતુષ્ટ ન હોય તો સીબીઆઇ દ્વારા તપાસ માટે પણ તેઓ તૈયાર છે.

 

મુંબઇના કાંદીવલી વિસ્તારમાં રેયાન ઇન્ટરનેશનલ સ્કૂલ આવેલી છે.સ્કૂલ બહાર વિરોધ પ્રદર્શન કરી રહેલા વાલીઓનું કહેવું છે કે,સ્કૂલ વિરૂદ્ધ અનેકવાર ફરિયાદો કરવા છતાં કોઇ પગલાં લેવામાં નતી આવતા.સ્કૂલમાં બાળકોને બધી સુવિધાઓ નથી મળતી.કયારેક તો પીવાનું પાણી પણ નથી હોતું.વૉશરૂમની પણ સમસ્યા છે.

દિલ્લીના મયુર વિહારમાં સ્કૂલ વિરૂદ્ધ પ્રદર્શન કરી રહેલા વાલીઓની માગણી છે કે,સ્કૂલમાં બધા ક્લાસ અને રવેશમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવે.વાલી અને શિક્ષક એસોસિએશન બનાવવામાં આવે.

પ્રદ્યુમ્નની હત્યાની ઘટનામાં સ્કૂલ મેનેજમેન્ટની બેજવાબદારી સામે આવતા સ્કૂલના મુંબઇ સ્થિત હેડકવાટર પર પણ તપાસ થઇ રહી છે.સ્કૂલ મેનેજમેન્ટના ચેરમેન,સીઇઓ અને એમડીને ધરપકડ થવાની આશંકા હોય આગોતરા જામીન અરજી કરી છે.

 
 

Read Also

કિમ જોંગ ઉનનું અપમાન કરનાર પ્રેસિડેન્ટ ટ્રંપ મોતના હકદાર,કોરિયાની સીમાની મુલાકાત રદ્દ કરનાર ટ્રંપ કાયર !નીતિન પટેલે કર્યો સૌથી મોટો ઘટસ્ફોટઃ ગુજરાતના વિકાસથી રાહુલ અને કોંગ્રેસના નેતાઓ ખુશ છેઃચૂંટણી પ્રચારમાં તો અમથા જ ટીકા કરે છે ! એવું બને કે,કાલે કોંગ્રેસ પણ નીતિન પટેલે કરેલા નિવેદન જેવું જ કોઇ નિવેદન કરે !મોદી એકલા થોડા સ્માર્ટ છે ? દેશની જનતા વધુ સ્માર્ટ છે...નોટબંધીના સવા શેર પર ચતુરાઇનો દોઢ શેર...લાખો કરોડોનું કાળું નાણું સફેદ કરી લીધું અને મોદી કંઇ ન કરી શક્યા !ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું UC બ્રાઉઝર ગૂગલ પ્લે સ્ટોરમાંથી ગાયબ ! ગૂગલે હટાવી દીધું ?ગુજરાતમાં ચૂંટણી સમયે આતંકી હુમલાની આશંકા,આતંકીઓ સમુદ્રી માર્ગે આવી હુમલો કરે તેવી શકયતા,મોદી-શાહ-યોગી નિશાને
'પદ્માવતી' વિવાદઃ ભણસાળીનું માથું કાપી લાવનારને 5 કરોડના ઇનામની ઓફરWOW...અમદાવાદમાં પ્રદૂષણનો ગાંડો વિકાસ,એર કવોલિટી ઇન્ડેકસ મહત્તમ 403,લોકોને સૂચનાઓ આપી અમદાવાદ મહાપાલિકાએ હાથ ઉંચા કરી દીધા,હમણાં જ મેટ્રો ટ્રેન માટે હજારો વૃક્ષો કાપ્યા હતા...!21મી સદીનો ભારતીય કોલંબસ...ઇંદોરના સુયશ દીક્ષિતે મિસ્ત્ર અને સૂદાન વચ્ચેની 800 ચોરસ માઇલ 'બિન વારસી ' જમીનને 'કિંગ્ડમ ઓફ દીક્ષિત' દેશ ઘોષિત કરી દીધો !ગંડકી નદી પરના હાઇડ્રોઇલેકટ્રિક પ્રોજેકટનો ચીની કંપની સાથેનો કોન્ટ્રાક્ટ નેપાળે રદ્દ કર્યો,ભારતીય કંપનીને કોન્ટ્રાક્ટ મળવાની શક્યતાસારી કર પ્રણાલી GSTને સરળ બનાવવા વિજય કેલકરની અધ્યક્ષતામાં સમિતિ બનાવો અને સૂચનોનો અમલ કરોઃયશવંત સિંહા

 
Related News