India / Entertainment
હવે કોણ કહેશે... ? પરદેશીઓંસે ન અંખિયાં મિલાના....શશી કપૂરની અંતિમ વિદાય !
07:04 PM on 04th December, 2017

પ્રસિદ્ધ અભિનેતા શશી કપૂરનું 79 વર્ષની વયે નિધન થયું છે.શશી કપૂર લાંબા સમયથી બીમાર હતી અને છેલ્લા ત્રણ સપ્તાહથી હોસ્પિટલમાં હતા.

હિંદી સિનેમાના પ્રથમ પરિવાર,કપૂર પરિવારના સદસ્ય શશી કપૂર અભિનેતા પૃથ્વીરાજ કપૂરના ત્રીજા અને સૌથી નાના દીકરા હતા.18 માર્ચ,1938માં તેમનો જન્મ કલકત્તામાં થયો હતો. તેમનું સાચું નામ બલબીરરાજ કપૂર હતું.તેમણે કુલ 160 ફિલ્મોમાં કામ કર્યું હતું. જેમાં 148 હિંદી અને 12 અંગ્રેજી ફિલ્મ છે.તેમને 2011માં પદ્મભૂષણ અને ભારતીય સિનેમા જગતનનું સર્વોચ્ચ સમ્માન દાદા સાહેબ ફાળકે એવોર્ડ 2014થી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

 

 

પિતા પૃથ્વીરાજ કપૂર અભિનેતા હોય ફિલ્મ-નાટકો-અભિનય શશી કપૂરને વારસામાં મળ્યા હોય તે સ્વાભાવિક હતું.પૃથ્વીરાજ કપૂર દેશભમાં નાટકો લઇને ફરતા હતા અને પરિવાર પણ તેમની સાથે ફરતું રહેતું હતું.શશી કપૂરે બહુ નાની વયે પિતાના એક નાટકમાં કામ કરેલું. ત્યાર પછી મોટાભાઇ રાજકપૂરની પહેલી ડાયરેક્શન વાળી ફિલ્મ આગ (1948)માં,સંગ્રામ (1950), આવારા (1951),દાના પાની (1953)માં બાળ કલાકાર તરીકે કામ કરેલું.કિશોર વયે પહોંચેલા શશીકપૂરે ડાયરેક્ટર રવિન્દ્ર દવેના હાથ નીચે ઘણી ફિલ્મોમાં આસિસ્ટનેટ્ ડાયરેક્ટર તરીકે કામ કર્યું.

પ્રસિદ્ધ ડાયરેક્ટર બી આર ચોપ્રાની 1961ની ફિલ્મ ધર્મપુત્રમાં શશી કપૂરે નાયક તરીકે શરૂઆત કરી અને 80ના દશકના મધ્ય સુધી તેઓ કેમા કરતા રહયા.તેમણે કુલ 160 ફઇલ્મોમાં કામ કર્યું જેમાં 148 હિંદી ફિલ્મ છે અને 12 ફિલ્મ અંગ્રેજી છે.હિંદી ભાષાની 148 ફિલ્મોમાંથી 61 ફિલ્મોમાં તેઓ મુખ્ય નાયક હતા,55 ફિલ્મો મલ્ટી સ્ટારર હતી,21 ફિલ્મોમાં તેઓ સહાયક અભિનેતા હતા અને 7 ફિલ્મોમાં મહેમાન ભૂમિકા હતી.

શશી કપૂરની શરૂઆતની ફિલ્મો નિષ્ફળ રહી હતી તેથી તે સમયની પ્રસિદ્ધ અભિનેત્રીઓ શશી કપૂર સાથે કામ કરતી ન હતી.તે સમયની અભિનેત્રી નંદાએ સાહસ કર્યું અને શશી કપૂર સાથે ફિલ્મો કરવાનું શરૂ કર્યું.નંદા અને શશી કપૂરે કુલ 8 ફિલ્મો સાથે કરી તેમાંની 1965ની 'જબ જબ ફુલ ખીલે'ની સફળતાએ શશી કપૂરનું ભાગ્ય બદલી નાંખ્યું.

શશી કપૂરે કહ્યું હતું કે,તેની સૌથી વધુ પસંદની અભિનેત્રી નંદા છે અને તેની ગુરૂ પણ નંદા છે.70 અને 80ના દશકના મધ્ય સુધી શશી કામ કરતા રહ્યા અને હિંદી ફિલ્મોની બધી જ અભિનેત્રીઓ સાથે તેમણે કામ કર્યું.એક સમયે તેઓ હિંદી ફિલ્મોના સૌથી વ્યસ્ત અભિનેતા હતા અને તે માટે તેમના મોટોબાઇ રાજ કપૂરે તેમને ટેક્સી જેવા કહ્યા હતા.છેલ્લે તેમણે 1998માં જિન્હા ફિલ્મમાં કામ કરેલું.

 

શશી કપૂરે જે મહત્વનું અને મોટું કામ કર્યું તે,તેમના પિતા પૃથ્વીરાજ કપૂરના સામાજિક અને કલાના ક્ષેત્રે પ્રદાન નાટકને જીવંત રાખવાનું.શશી કપૂરે મુંબઇમાં પૃથ્વી થિએટર્સની સ્થાપના કરી અને દેશભરના નાટ્ય કલાકારોનું કાશી બનાવ્યું.

1978માં તેમણે તેમનું પોતાનું નિર્માણ ગૃહ સ્થાપિત કર્યું...ફિલ્મવાલાઝ અને મૂલ્યવાન ફિલ્મોનું નિર્માણ કર્યું.જેમકે જુનૂન,કલિયુગ,36 ચૌરંગી લેન,વિજેતા, ઉત્સવ અને અજુબા.

શશી કપૂર પહેલા ભારતીય અભિનેતા હતા જેમણે અંગ્રેજી ફિલ્મોમાં કામ કર્યું.તેઓ જેનિફર કેન્ડલને પરણ્યા હતા.તેમને બે દીકરા અને એક દીકરી છે.


 
 

Read Also

 
Related News