India / gujarath
ચાલો,શિવસેના તો આવી ગઇ ગુજરાત ચૂંટણીના મેદાનમાં,હવે જો માયાવતી પણ ઝંપલાવે તો ? પણ માયાવતી ઝંપલાવે ખરા ? વાત ફાઇલ-ફાયદાની હોય તો ?
05:48 PM on 09th November, 2017

ગુજરાત વિધાનસભા ચૂંટણી જંગ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ આજ સુધી હતો પણ હવે આ જંગ ત્રિપાંખિયો બનવાનો છે કારણે કે,શિવસેનાએ પણ ઝંપલાવી દીધું છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીઓની તારીખો જાહેર થયાના આટલા દિવસે શિવસેના અચાનક મેદાનમાં કેમ આવી તે વાત જબરી જિજ્ઞાસા ઉભી કરે છે.શિવસેનાએ આજે અમદાવાદમાં પત્રકાર પરિષદ યોજી ગુજરાત વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી.શિવસેનાનું અચાનક આવવું ઘણા સવાલ અને શંકા ઉભા કરે છે.

 

 

શિવસેનાએ આજે પત્રકાર પરિષદમાં કહ્યું કે, ગુજરાતમાં બહુ સારું કામ થયું છે અને તેને આગળ વધારવાની જરૂર છે.સંકેત સ્પષ્ટ હતો કે,ભાજપની પરોક્ષ પ્રશંસા કરવામાં આવી રહી છે.આ વાતનો મતલબ કરવો તો એ થઇ શકે કે,શિવસેના ભાજપની મદદ માટે આવી છે.શિવસેના 50થી75 બેઠક પર તો ચૂંટણી લડશે જ. આ બેઠકો જો કોંગ્રેસ માટેના આકરા ચઢાણ હશે તો શિવસેનાના આવવાથી મત તૂટશે તો કોંગ્રેસના જ.હવે જોવાનું એ રહે છે કે,શિવસેના કઇ કઇ બેઠકો પર ઉમેદવાર ઉભા કરે છે.બેઠકો પરથી સ્પષ્ટ થઇ જશે કે,શિવસેનાનું આવવું કોને લાભ અને કોને ખોટ કરાવવા માટે છે. સૌથી મહત્વની વાત આજે એ રહી કે,શિવસેનાએ હાર્દિકનો હાથ છોડી દીધો છે. 

કોંગ્રેસ જિગ્નેશ મેવાણી પર દલિત દાવ રમી રહી છે અને દલિતોના મત મળશે જ તેવો ઉંચો આત્મવિશ્વાસ પણ રાહુલને છે.આવી સ્થિતિમાં જો માયાવતી ગુજરાત ચૂંટણીમાં એન્ટ્રી મારે તો મજ્જા પડી જાય...! ભાજપને તો બહુ ફેર ન પડે પણ કોંગ્રેસના પગ નીચે જરૂર રેલો આવે.જો માયાવતી આવે તો જિગ્નેશ અને અલ્પેશ ઠાકોર બન્નેને ભારે પડે.

 

 

સવાલ એ છે કે,માયાવતી આવું કરે ? કરે તો શું કામ કરે ? હારવા ? ડીપોઝીટ ગુમાવવા ?...કરે પણ ખરા,કોઇ દબાએલી ફાઇલ 2019 સુધી દબાએલી જ રાખવામાં આવશે તેવું વચન કોઇ આપતું હોય તેવું સપનું આવે અને આ સપનું સાકાર થતું હોય તો માયાવતી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવે પણ ખરા....! આ તો રાજનીતિ છે ભાઇ..નથી કોઇ કાયમી મિત્ર કે નથી કોઇ કાયમી શત્રુ....!

 
 

Read Also

 
Related News