ગુજરાત વિધાનસભા ચૂંટણી કોંગ્રેસ જીતે તો,શ્વેતા બ્રહ્મભટ્ટને મુખ્યમંત્રી બનાવી રાહુલ દેશને નવું યુવા ગુજરાત મોડલ આપશે ? કોણ છે શ્વેતા ભટ્ટ ?
શ્વેતા ભટ્ટ ? એ વળી કોણ ? મણીનગર વિધાનસભા બેઠકની કોંગ્રેસની ઉમેદવારક છે શ્વેતા ભટ્ટ.મણીનગર બેઠક પરથી એક સમયે મોદી ચૂંટાએલા.
શ્વેતા ભટ્ટની આટલી જ ઓળખ નથી...તેની ઓળખ કરતાં તેની લાયકાતનું લિસ્ટ બહુ લાંબુ છે અને તેની લાયકાત જ તેની ઓળખ છે.બેંગાલુરૂ આઇઆઇએમમાં અભ્યાસ કર્યા પછી તેણે લંડનની વેસ્ટ મિનિસ્ટર યુનિવર્સિટી અને અમેરિકાની ઓકસફોર્ડ યુનિવર્સિટીમાં આર્થિક બાબતોનો અભ્યાસ કર્યો છે.હાલમાં તે મેનેજિંગ કન્સલ્ટન્ટ છે.શ્વેતા પોલિટિક્સ,મેનેજમેન્ટ અને આર્થિક વિષયોનું ઉચ્ચ શિક્ષણ ધરાવે છે.તેણે વિદેશની મોટી અને પ્રસિદ્ધ કંપનીઓમાં પણ કામ કર્યું છે.

રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા પછી અમેરિકાથી ટેકનોક્રેટ સામ પિત્રોડાને ભારત લાવ્યા અને ટેલિકોમ ક્રાંતિ સર્જી તેમ રાહુલ પણ કદાચ શ્વેતાને મુખ્યમંત્રી બનાવી,
- યુવા પેઢીને તક
- ઉચ્ચ અભ્યાસ કરેલાના હાશમાં શાસન
- મહિલાને મુખ્યમંત્રી પદ

જેવી બાબતોને ધ્યાનમાં રાખી ગુજરાતને દેશનું યુવા મોડલ બનાવી રજૂ કરવા વિચારતા હોય તેવું પણ બને.ભરતસિંહ,શક્તિસિંહ અને મોઢવાડિયા જેવા જુના-ઘરડા-પરંપરાગત નેતાઓને સત્તા ન આપી રાહુલ ગુજરાતમાં કોંગ્રેસની સત્તા બચાવવા માગતા હોય તેવું પણ બને.