India / gujarath
જાપાનના વડાપ્રધાન શિંજો આબે ટૉક્યોથી સીધા અમદાવાદ ઉતરાણ કરશે,બે દિવસ ગુજરાત રોકાશે,મોદી સાથે 8 કિલોમીટર લાંબો રોડ શૉ કરશે,જાપાન 5 લાખ કરોડના રોકાણના કરાર કરશે... ભયો ભયો...! વિધાનસભા ચૂંટણી જીતવા બીજું જોઇએ શું ?
11:59 AM on 12th September, 2017

વડાપ્રધાન મોદીના ખાસ મિત્ર જાપાનના વડાપ્રધાન શિંજો આબે આવતીકાલ બુધવારથી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે.પહેલાં દિલ્લી અને દિલ્લીથી અમદાવાદ આવવાના બદલે શિંજોનું વિમાન સીધું અમદાવાદ વિમાનીમથક પર જ ઉતરાણ કરશે. આ પહેલાં ચીનના રાષ્ટ્રપતિ જિન પિંગે પણ સીધા અમદાવાદ ઉતારણ કર્યું હતું,મોદીએ જબરી આગતા સ્વાગતા પણ કરી હતી પણ જિન પિંગ ઠેંગો બતાવીને જતા રહ્યા હતા.

 

 

શિંજો આબે અમદાવાદ વિમાની મથક પર ઉતરશે કે,તરત મોદી સાથે 8 કિલોમીટર લાંબા રોડ શૉમાં જોડાશે.વિમાની મથકથી શરૂ થમારો રોડ શૉ સાબરમતી આશ્રમ પુરો થશે.અમદવાદમાં ગઇકાલે સોમવારે તો ઉનાળા જેવી ગરમી હતી પણ રાતે જોરદાર ઝાપટા આવ્યા હતા.આવતીકાલે બુધવારે ગરમીની શું સ્થિતિ હશે તે તો કદાચ હવામાન વિભાગ જાણે પણ જો ઉનાળા જેવી ગરમી હશે તો 8 કિલોમીટરના રોડ શૉમાં શિંજો આબે પરસેવે નિચોવાય જવાના...મોદીને તો ભારતની ગરમીની આદત છે અને તેમને તો ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવી છે એટલે સહન કરી લેશે.

8 કિલોમીટર લાંબો રોડ શૉ કર્યા પછી થાક લાગે જ તે દેખીતું છે તેથી બન્ને નેતા સાંજ સુધી આરામ કરશે,એકાદ લાંબી ઉંઘ ખેંચી કાઢશે.સાંજે ઉઠી.ફ્રેશ થઇ,ચ્હા-પાણી કર્યા પછી મોદી આબેને લઇને લાલ દરવાજા સીદ્દી સૈયાદની જાળી જોવા લઇ જશે.આ પછી ગુજરાતના ઐતિહાસિક વારસા અંગે પ્રેઝન્ટેશન રજૂ કરાશે.રાતે બન્ને નેતા લાલ દરવાજા નજીકની જ 'અગાશિએ' રેસ્ટોરન્ટમાં ભોજન લેશે.

 

ગુરૂવાર 14 સપ્ટેમ્બરે બન્ને નેતા મુંબઇ-અમદાવાદ હાઇસ્પીડ રેલ એટલે કે,બુલેટ ટ્રેન  પ્રોજેક્ટનું અનાવરણ કરશે. આ પછી ગાંધીનગર મહાત્મા મંદિરમાં ઈયોજીત ભારત-જાપાન વાર્ષિક સમિટમાં ઉપસ્થિત રહેશે.અહીં બન્ને નેતા ભારત અને જાપાનના ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરશે.

જાપાન ગુજરાતમાં લગભગ 5 લાખ કરોડનું રોકાણ કરવાનું છે તે સંબંધિત કરારો અને સમજૂતીઓ થશે.જાપાનની કંપનીઓને ગુજરાતમાં ઑટોમોબાઇલ અને ઇજનેરી ક્ષેત્રે રોકાણમાં રસ છે.જાપાનની કંપનીઓને ગુજરાતમાં ઘણી જગ્યાએ જમીનો બતાવવામાં આવી છે.


 
 

Read Also

કિમ જોંગ ઉનનું અપમાન કરનાર પ્રેસિડેન્ટ ટ્રંપ મોતના હકદાર,કોરિયાની સીમાની મુલાકાત રદ્દ કરનાર ટ્રંપ કાયર !નીતિન પટેલે કર્યો સૌથી મોટો ઘટસ્ફોટઃ ગુજરાતના વિકાસથી રાહુલ અને કોંગ્રેસના નેતાઓ ખુશ છેઃચૂંટણી પ્રચારમાં તો અમથા જ ટીકા કરે છે ! એવું બને કે,કાલે કોંગ્રેસ પણ નીતિન પટેલે કરેલા નિવેદન જેવું જ કોઇ નિવેદન કરે !મોદી એકલા થોડા સ્માર્ટ છે ? દેશની જનતા વધુ સ્માર્ટ છે...નોટબંધીના સવા શેર પર ચતુરાઇનો દોઢ શેર...લાખો કરોડોનું કાળું નાણું સફેદ કરી લીધું અને મોદી કંઇ ન કરી શક્યા !ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું UC બ્રાઉઝર ગૂગલ પ્લે સ્ટોરમાંથી ગાયબ ! ગૂગલે હટાવી દીધું ?ગુજરાતમાં ચૂંટણી સમયે આતંકી હુમલાની આશંકા,આતંકીઓ સમુદ્રી માર્ગે આવી હુમલો કરે તેવી શકયતા,મોદી-શાહ-યોગી નિશાને
'પદ્માવતી' વિવાદઃ ભણસાળીનું માથું કાપી લાવનારને 5 કરોડના ઇનામની ઓફરWOW...અમદાવાદમાં પ્રદૂષણનો ગાંડો વિકાસ,એર કવોલિટી ઇન્ડેકસ મહત્તમ 403,લોકોને સૂચનાઓ આપી અમદાવાદ મહાપાલિકાએ હાથ ઉંચા કરી દીધા,હમણાં જ મેટ્રો ટ્રેન માટે હજારો વૃક્ષો કાપ્યા હતા...!21મી સદીનો ભારતીય કોલંબસ...ઇંદોરના સુયશ દીક્ષિતે મિસ્ત્ર અને સૂદાન વચ્ચેની 800 ચોરસ માઇલ 'બિન વારસી ' જમીનને 'કિંગ્ડમ ઓફ દીક્ષિત' દેશ ઘોષિત કરી દીધો !ગંડકી નદી પરના હાઇડ્રોઇલેકટ્રિક પ્રોજેકટનો ચીની કંપની સાથેનો કોન્ટ્રાક્ટ નેપાળે રદ્દ કર્યો,ભારતીય કંપનીને કોન્ટ્રાક્ટ મળવાની શક્યતાસારી કર પ્રણાલી GSTને સરળ બનાવવા વિજય કેલકરની અધ્યક્ષતામાં સમિતિ બનાવો અને સૂચનોનો અમલ કરોઃયશવંત સિંહા

 
Related News