India / Politics
40 મોબાઇલ એપ્સ કાં તો સ્પાઇવેર છે અથવા તો માલવેર,ગુપ્તચર એજન્સીઓએ આપી ડિલિટ કરવાની સલાહ
04:41 PM on 29th November, 2017

તમે તમારા મોબાઇલમાં અપલોડ કરેલું કોઇ એપ્પ તમારી જાસૂસી કરતું હોય અથવા તો તમારા ફોનને મુકસાન પહોંચાડતું હોય તેવું બની શકે.આવા 40 એપ્સની યાદી ગુપ્તચર એજન્સીઓએ બનાવી છે.રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી આ 40 એપ્સને તાક્લીક ધોરણે હટાવી દેવા ગુપ્તચર એજન્સીઓએ આદેશ આપ્યા છે.આ એપ્સ દ્વારા કોઇપણ પર હુમલો થઇ શકે છે.

ગુપ્તચર એજન્સીઓએ જે એડવાઇઝરી જાહેર કરી છે તે મુજબ એંડ્રોઇડ અને આઇઓએસ એપ્સને ચીનના સોફટવેર ઇજનેરોએ બનાવ્યા છે અથવા તો તેને કોઇ ચીની કંપનીએ બજારમાં મૂક્યા છે.જે જાણકારી મળી છે તે મુજબ 40 એપ્સ કાં તો સ્પાઇવેર છે અથવા તો માલવેર છે.આ એપ્સના ઉપયોગથી ડેટા કે અન્ય માહિતીહેક કરીને ચોરી થઇ શકે છે.

 

 

સીમા પારથી થતી જાસૂસીના પગલે ભારતની સુરક્ષા એજન્સીઓએ ચીનના એપ્સ અનઇન્સ્ટોલ કરી દેવા સુરક્ષા બળોને કહેવામાં આવ્યું છે.એવી આશંકા છે કે,આ એપ્સ દ્વારા ચીન ભારતીય સેનાના અધિકારીઓ અને સૈનિકોના ફોનમાંથી ડેટા ચોરી કરે છે.ચીન સીમા પર ફરજ બજાવી રહેલા આપણા સૈનિકોને કહેવામાં આવ્યું છે કે,તેઓ તેમના ફોનમાંથી વીચેટ,ચુડીકોલર,વિવો,યુસી બ્રાઉઝર,યુસી ન્યૂઝ ડિલિટ કરી દે-અનઇન્સોટલ કરી દે.એડવાઇઝરીમાં કહેવાયું છે કે,ચીન અને પાકિસ્તાનની એજન્સીઓ મોબાઇલ એપથી ડેટા ચોરી કરવાનું કામ કરી રહી છે.આ કંપનીઓ એપ્પને બ્રેક કરી ડેટા ચોરી કરે છે.

જે 40 એપ્પસને અનઇન્સટોલ કરવા કહેવામાં આવ્યું છે તે છે,વીબો,વીચેટ,શેયરઇટ,ટ્રુકોલર,યુસીન્યૂઝ,યૂસી બ્રાઉઝર,બ્યૂટી પ્લસ,ન્યૂઝ ડોગ,વીવા વીડિયો,કયુ વીડિયો,આઇએનસી,પેરેલલ સ્પેસ,અપુસ બ્રાઉઝર,પરફેક્ટ કોર્પ,વાયરસ ક્લીનર હાઇ સિક્યોરિટી લેબસસીએમ બ્રાઉઝર,એમ આઇ કોમ્યુનિટી,ડ્યુ રેકર્ડ,વોલ્ટ હાઇડ,યુકેમ મેકઅપ,એમઆઇ સ્ટોર,ફોટો વંડર,ક્યુકયુ નામ સાથે જોડાએલા બધા એપ્પસ,એમઆઇ વીડિયો કોલ,મેલ માસ્ટર,સેલ્ફ સિટી અને અન્ય.

 
 

Read Also

 
Related News