India / gujarath
કટ ગએ સર હમારે તો કુછ ગમ નહીં,સર હિમાલયકા હમને ન જુકને દિયા... માતૃભૂમિના રક્ષકો પ્રત્યે નાગરિકોની જવાબદારી...શહીદ સૈનિકોના પરિવારોની સહાય માટે શૌર્યપાત્ર...!
12:24 PM on 01st September, 2017

આપણે સુરક્ષિત છીએ કારણ કે,દેશની સીમાઓ સુરક્ષિત છે...કારણ કે,સેનાના જવાનો સીમા પર રાત-દિવસ જાગીને શત્રુઓને ડામીને બેઠા છે અને ગમે ત્યારે શત્રુની ગોળીથી વિંધાવા અને માતૃભૂમિ માટે પોતાની જિંદગીનું બલિદાન આપવા તત્પર છે.દેશની રક્ષા કરતા સૈનિકો માટે સમાજ જેટલું પણ કરે તે ઓછું છે. સરકારો તો સૈનિકોને પગાર કે પેન્શન આપવામાં અને વધારવામાં ઠાગાઠૈયા કરતી રહી છે અને કરતી રહેશે પણ દેશનો નાગરિક હવે સૈનિકો,શહીદ સૈનિકોના પરિવારોની ચિંતા કરતા થયો છે અને ખાસ કરીને શહીદ સૈનિકોના પરિવારોને આર્થિક મદદ કરવા સક્રિય બન્યો છે.આવો જ એક પ્રયાસ શરૂ થયો છે સુરતમાં.

 

સુરતના આઇ સપોર્ટ ફાઉન્ડેશન નામનું યુવા પેઢીનું એક મંડળ શહીદ સૈનિકોના પરિવારોની મદદ માટે ભંડોળ ભેગું કરી રહ્યું છે. ભહુ બધી દુકાનો અને ખાસ કરીને પાનના ગલ્લાઓ પર આજકાલ પ્લાસ્ટીકનો એક ખાસ પ્રકારનો ડબ્બો જોવા મળે છે જેના પર લખેલું હોય છે...ગાય માતાના ઘાસચારા માટે...આ ડબ્બામાં રૂપિયા પણ પડેલા હોય છે.

આજ પ્રકારે આઇ સપોર્ટ ફાઉન્ડેશન પણ કામ કરી રહ્યું છે.ફાઉન્ડેશનના સ્થાપક ભરત વરિયા કહે છે કે,તેમના ફાઉન્ડેશને એક ખાસ પ્રકારના ડબ્બા તૈયાર કર્યા છે જેને શૌર્યપાત્ર નામ આપ્યું છે.આ શૌર્યપાત્ર તેઓ ઘરે ઘરે જઇને લોકોને આપે છે અને કહે છે કે,શક્ય હોય તો ઓછામાંઓછો 1 રૂપિયો આ ડબ્બામાં નાખે,કોઇ ઇચ્છે તો વધુ પણ નાખી શકે છે.શૌર્યપાત્રમાં જમા થએલી રકમ 6 મહિના પછી શહીદ સૈનિકોના પરિવારોને આપવામાં આવશે. જે પરિવાર શૌર્યપાત્ર સ્વીકારવા સંમતિ બતાવે તેમની નોંધણી કરવામાં આવે છે અને આઇડી નંબર આપે છે.ફાઉન્ડેશનની વેબસાઇટ પણ છે જેના પર માહિતી આપવામાં આવે છે કે,કોણે કેટલા રૂપિયા જમા કરાવ્યા.

 

 

આઇ સપોર્ટ ફાઉન્ડેશને અત્યાર સુધીમાં 2000થી વધુ શૌર્યપાત્ર લોકોને આપ્યા છે.આગામી 6 મહિનામાં 10,000 લોકોને શૌર્યપાત્ર આપવાનું લક્ષ્ય છે.

ઉલ્લેખનિય છે કે,અભિનેતા અક્ષય કુમારે પણ આ રીતનો પ્રયાસ કરવાની વાત કરેલી.

 
 

Read Also

કિમ જોંગ ઉનનું અપમાન કરનાર પ્રેસિડેન્ટ ટ્રંપ મોતના હકદાર,કોરિયાની સીમાની મુલાકાત રદ્દ કરનાર ટ્રંપ કાયર !નીતિન પટેલે કર્યો સૌથી મોટો ઘટસ્ફોટઃ ગુજરાતના વિકાસથી રાહુલ અને કોંગ્રેસના નેતાઓ ખુશ છેઃચૂંટણી પ્રચારમાં તો અમથા જ ટીકા કરે છે ! એવું બને કે,કાલે કોંગ્રેસ પણ નીતિન પટેલે કરેલા નિવેદન જેવું જ કોઇ નિવેદન કરે !મોદી એકલા થોડા સ્માર્ટ છે ? દેશની જનતા વધુ સ્માર્ટ છે...નોટબંધીના સવા શેર પર ચતુરાઇનો દોઢ શેર...લાખો કરોડોનું કાળું નાણું સફેદ કરી લીધું અને મોદી કંઇ ન કરી શક્યા !ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું UC બ્રાઉઝર ગૂગલ પ્લે સ્ટોરમાંથી ગાયબ ! ગૂગલે હટાવી દીધું ?ગુજરાતમાં ચૂંટણી સમયે આતંકી હુમલાની આશંકા,આતંકીઓ સમુદ્રી માર્ગે આવી હુમલો કરે તેવી શકયતા,મોદી-શાહ-યોગી નિશાને
'પદ્માવતી' વિવાદઃ ભણસાળીનું માથું કાપી લાવનારને 5 કરોડના ઇનામની ઓફરWOW...અમદાવાદમાં પ્રદૂષણનો ગાંડો વિકાસ,એર કવોલિટી ઇન્ડેકસ મહત્તમ 403,લોકોને સૂચનાઓ આપી અમદાવાદ મહાપાલિકાએ હાથ ઉંચા કરી દીધા,હમણાં જ મેટ્રો ટ્રેન માટે હજારો વૃક્ષો કાપ્યા હતા...!21મી સદીનો ભારતીય કોલંબસ...ઇંદોરના સુયશ દીક્ષિતે મિસ્ત્ર અને સૂદાન વચ્ચેની 800 ચોરસ માઇલ 'બિન વારસી ' જમીનને 'કિંગ્ડમ ઓફ દીક્ષિત' દેશ ઘોષિત કરી દીધો !ગંડકી નદી પરના હાઇડ્રોઇલેકટ્રિક પ્રોજેકટનો ચીની કંપની સાથેનો કોન્ટ્રાક્ટ નેપાળે રદ્દ કર્યો,ભારતીય કંપનીને કોન્ટ્રાક્ટ મળવાની શક્યતાસારી કર પ્રણાલી GSTને સરળ બનાવવા વિજય કેલકરની અધ્યક્ષતામાં સમિતિ બનાવો અને સૂચનોનો અમલ કરોઃયશવંત સિંહા

 
Related News