India / gujarath
સ્વાઇન ફ્લૂ...રાજ્ય સરકાર ન રોકી શકી...કેન્દ્ર સરકાર રોકી શકશે ? સરકારી પગલાં અને સારવાર અપૂરતા અને અસફળ સાબિત થઇ રહ્યા છે...હવે ઉપાય-ઉપચાર શું ? સરકાર આઉટ ઓફ બૉક્સ જઇને કેમ નથી વિચારતી ?
12:59 PM on 23rd August, 2017

ગુજરાતમાં મહામારી બનવા તરફ આગળ વધી રહેલા સ્વાઇન ફલૂને નાથવામાં,રોકવામાં,અટકાવવામાં રાજ્ય સરકાર સફળ નથી થઇ રહી.વાત ગંભીર લાગતા કેન્દ્ર સરકારે વિશેષ ટીમ ગુજરાત મોકલી છે.આશા કરીએ કે,કેન્દ્રની ટીમ સ્વાઇન ફલૂને રોકવા-અટકાવવા માટે કોઇ કારગર ઉપાય આપીને જશે...પણ આવું બનશે ?

સરકારે સમજી લેવું જોઇએ કે,બધી બાબતો તેની સત્તા હેઠળ અને નિયંત્રણમાં નથી હોતી.બધી બાબતોના ઉકેલ રાજકીય નથી હોતા.બધી બાબતોમાં સરકારી તંત્ર નથી ચાલતું.સ્વાઇન ફ્લૂનો વધતો વ્યાપ અને વાવર,વધતા પોઝિટિવ કેસો અને વધતા મોત પરથી સરકારે સમજવું જોઇએ કે,સ્વાઇન ફલૂને અટકાવવા માટેના તેના પગલાં અને સ્વાઇન ફલૂના દર્દીઓને આપવામાં આવતી સારવાર સફળ નથી થઇ રહ્યા.સરકારી પ્રક્રિયાના પુનરાવર્તનો કે, કેન્દ્રની ટીમને બોલાવવાથી સ્વાઇન ફલૂ અટકી જશે ?...ના 

 

સ્વાઇન ફ્લૂના લક્ષણો અને સાવચેતીના પગલાંના બેનર્સ લગાવવા,છાપાઓમાં જાહેરાતો આપવાની સરકારી પાંરપરિક પ્રક્રિયાઓ અને બિનઉપયોગી દ્રષ્ટિને છોડી,અલગ રીતે અથવા તો જેને આઉટ ઓફ બૉક્સ જઇને વિચારવું પડશે અથવા તો આ રીતે વિચારવાનું શીખવું પડશે.

સ્વાઇન ફલૂને ડામવામાં અસફળ રહેલી સરકાર કઇ હદે ફીંફા ખાંડે છે તેની સાબિતી છે...આયુર્વેદના ઉકાળા.આ બાબત લાગે તો તીર નહીં તો તુક્કાની સરકારની માનસિકતા બતાવે છે.એલોપતી દવાઓ સ્વાઇન ફલૂને ન ડામી શકી તો સરકારે આયુર્વેદનો અખતરો કર્યો.આયુર્વેદના ઉકાળા સ્વાઇન ફલૂનો રામબાઇ ઇલાજ હોવાનો દાવો કરવાની સ્થિતિમાં છે સરકાર ? ના...નથી.

 

સ્વાઇન ફ્લૂનો ભોગ બેનલાઓને અખતરાના ઉપચારના ભરોસે છોડવાને બદલે સરકારે એ સારવાર આપવી જોઇએ જે સાજા-સારા થવાની ખાતરી આપતી હોય...સરકારે સંશોધકો,અનુભવી ડોકટર્સ,દવા કંપનીઓના રિસર્ચ એન્ડ ડેવલેપમેન્ટ વિભાગો,જરૂર પડે વિદેશમાં સંપર્ક કરી...એવી સારવાર લાવવી જોઇએ જે સ્વાઇન ફ્લૂને સંપૂર્ણપણે ડામી ન શકે તો કમસેકમ દર્દીઓ અને મોતની સંખ્યા તો શૂન્ય નજીક લાવી શકે.

ગુજરાતમાં હવે સ્વાઇન ફલૂ બારમાસી બીમારી અને જીવલેણ રોગ બની ગયો હોય અને જે સારવાર ઉપલબ્ધ છે તે સફળ નતી થઇ રહી તો સરકારની જવાબદારી નથી કે,સ્વાઇન ફ્લૂને અટકાવતી-રોકતી-ડામતી કોઇ દવા કે રસીના સંશોધન માટે ઘર આંગણાની કોઇ દવા ઉત્પાદક કંપનીને કહી સંશોધન કરાવે...

હાલની કોઇ દવા સ્વાઇન ફલૂના દર્દીને નથી બચાવી શકતી છતાં રાજ્ય અને કેન્દ્રની સરકાર આ જ દવાથી સારવાર-ઉપચાર કરતી રહેશે અને દર્દીઓને મરવા દેશે ? આતંકવાદને નાથવા આતંકવાદીઓથી બે ડગલાં આગળ રહેવું જોઇએ તેમ સ્વાઇન ફ્લૂને રોકવા પણ બે ડગલાં આગળ જ વિચારવું રહ્યું...સ્વાઇન ફલૂ પણ આતંક નથી શું ?


 
 

Read Also

કિમ જોંગ ઉનનું અપમાન કરનાર પ્રેસિડેન્ટ ટ્રંપ મોતના હકદાર,કોરિયાની સીમાની મુલાકાત રદ્દ કરનાર ટ્રંપ કાયર !નીતિન પટેલે કર્યો સૌથી મોટો ઘટસ્ફોટઃ ગુજરાતના વિકાસથી રાહુલ અને કોંગ્રેસના નેતાઓ ખુશ છેઃચૂંટણી પ્રચારમાં તો અમથા જ ટીકા કરે છે ! એવું બને કે,કાલે કોંગ્રેસ પણ નીતિન પટેલે કરેલા નિવેદન જેવું જ કોઇ નિવેદન કરે !મોદી એકલા થોડા સ્માર્ટ છે ? દેશની જનતા વધુ સ્માર્ટ છે...નોટબંધીના સવા શેર પર ચતુરાઇનો દોઢ શેર...લાખો કરોડોનું કાળું નાણું સફેદ કરી લીધું અને મોદી કંઇ ન કરી શક્યા !ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું UC બ્રાઉઝર ગૂગલ પ્લે સ્ટોરમાંથી ગાયબ ! ગૂગલે હટાવી દીધું ?ગુજરાતમાં ચૂંટણી સમયે આતંકી હુમલાની આશંકા,આતંકીઓ સમુદ્રી માર્ગે આવી હુમલો કરે તેવી શકયતા,મોદી-શાહ-યોગી નિશાને
'પદ્માવતી' વિવાદઃ ભણસાળીનું માથું કાપી લાવનારને 5 કરોડના ઇનામની ઓફરWOW...અમદાવાદમાં પ્રદૂષણનો ગાંડો વિકાસ,એર કવોલિટી ઇન્ડેકસ મહત્તમ 403,લોકોને સૂચનાઓ આપી અમદાવાદ મહાપાલિકાએ હાથ ઉંચા કરી દીધા,હમણાં જ મેટ્રો ટ્રેન માટે હજારો વૃક્ષો કાપ્યા હતા...!21મી સદીનો ભારતીય કોલંબસ...ઇંદોરના સુયશ દીક્ષિતે મિસ્ત્ર અને સૂદાન વચ્ચેની 800 ચોરસ માઇલ 'બિન વારસી ' જમીનને 'કિંગ્ડમ ઓફ દીક્ષિત' દેશ ઘોષિત કરી દીધો !ગંડકી નદી પરના હાઇડ્રોઇલેકટ્રિક પ્રોજેકટનો ચીની કંપની સાથેનો કોન્ટ્રાક્ટ નેપાળે રદ્દ કર્યો,ભારતીય કંપનીને કોન્ટ્રાક્ટ મળવાની શક્યતાસારી કર પ્રણાલી GSTને સરળ બનાવવા વિજય કેલકરની અધ્યક્ષતામાં સમિતિ બનાવો અને સૂચનોનો અમલ કરોઃયશવંત સિંહા

 
Related News