India / Politics
ત્રણ તલ્લાક અંગે સર્વોચ્ચ ન્યાયાલયના નિર્ણયનું સમ્માન પણ શરિયતમાં કોઇપણ પ્રકારની દખલગીરી સહન નહીં કરીએઃઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ બોર્ડ
11:36 AM on 11th September, 2017

ત્રણ તલ્લાક ગેરબંધારણીય હોવાનો ચુકાદો સર્વોચ્ચ ન્યાયાલયે આપી દીધો અને દેશભરની મુસ્લિમ મહિલાઓને લાગે છે કે,તેમના લગ્નજીવનની અસ્થિરતાનો અંત આવી ગયો પણ કદાચ મંઝિલ હજુ દુર છે કારણ કે,ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડને લાગે છે કે,સર્વોચ્ચ ન્યાયાલયનો ત્રણ તલ્લાક અંગેનો ચુકાદો શરિયત કાનૂનમાં દખલગીરી છે.

 

ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડની બેઠક ગઇકાલે રવિવારે ભોપાલમાં મળી હતી.બેઠક પુરી થયા પછી બોર્ડના સદસ્ય કમાલ ફારૂકીએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે,ત્રણ તલ્લાક પાપ છે પણ માન્ય છે.સર્વોચ્ચ ન્યાયાલયના ચુકાદાનું બોર્ડ સમ્માન કરે છે પણ કેન્દ્ર સરકારે સર્વોચ્ચ ન્યાયાલયમાં દાખલ કરેલા સોગંદનામા અંગે નારાજ છે.મુસ્લિમ પર્સેનલ લૉ પર આ હુમલો છે.બંધારણમાં આપવામાં આવેલી ધાર્મિક સ્વતંત્રતાનું કેન્દ્ર સરકાર હનન કરી રહી છે અને મુસ્લિમ સમુદાય આ વાત સહન નહીં કરે.

બેઠકમાં ઉપસ્થિત સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ સર્વોચ્ચ ન્યાયાલયના ચુકાદા અંગે કાનૂનના જાણકારો સાથએ વાત-ચીત,ચર્ચા કરી ચુકાદાનો સારાંશ તૈયાર કર્યો હતો અને સારાંશનું લખાણ બોર્ડની કાર્ય સમિતિના બધા સદસ્યોને આપવામાં આવ્યું હતું. 

 

બોર્ડે કહ્યું કે,ત્રણ તલ્લાક વિરૂદ્ધ બોર્ડે અગાઉ જ પ્રસ્તાવ પારિત કરી દીધો હતો અને હવે તે માટે મોટાપાયે સામાજિક સુધાર કાર્યક્રમ ચલાવાશે અને આ માટે કેન્દ્ર સરકાર આર્થિક મદદ કરે.બોર્ડે કહ્યું કે,એક સાથે ત્રણ તલ્લાક આપનારનો સામાજિક બહિષ્કાર કરવામાં આવશે.

બોર્ડની બેઠકમાં બાબરી મસ્જિદ મુદ્દો પણ ચર્ચાયો.કમાલ ફારૂકીએ કહ્યું કે,સર્વોચ્ચ ન્યાયાલયમાં બાબરી મામલે ઉતાવળ કરવામાં આવી રહી છે.કોઇ એક પક્ષના વ્યક્તિના કહેવાથી આ ઉતાવળ કરવામાં આવી રહી છે.


 
 

Read Also

કિમ જોંગ ઉનનું અપમાન કરનાર પ્રેસિડેન્ટ ટ્રંપ મોતના હકદાર,કોરિયાની સીમાની મુલાકાત રદ્દ કરનાર ટ્રંપ કાયર !નીતિન પટેલે કર્યો સૌથી મોટો ઘટસ્ફોટઃ ગુજરાતના વિકાસથી રાહુલ અને કોંગ્રેસના નેતાઓ ખુશ છેઃચૂંટણી પ્રચારમાં તો અમથા જ ટીકા કરે છે ! એવું બને કે,કાલે કોંગ્રેસ પણ નીતિન પટેલે કરેલા નિવેદન જેવું જ કોઇ નિવેદન કરે !મોદી એકલા થોડા સ્માર્ટ છે ? દેશની જનતા વધુ સ્માર્ટ છે...નોટબંધીના સવા શેર પર ચતુરાઇનો દોઢ શેર...લાખો કરોડોનું કાળું નાણું સફેદ કરી લીધું અને મોદી કંઇ ન કરી શક્યા !ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું UC બ્રાઉઝર ગૂગલ પ્લે સ્ટોરમાંથી ગાયબ ! ગૂગલે હટાવી દીધું ?ગુજરાતમાં ચૂંટણી સમયે આતંકી હુમલાની આશંકા,આતંકીઓ સમુદ્રી માર્ગે આવી હુમલો કરે તેવી શકયતા,મોદી-શાહ-યોગી નિશાને
'પદ્માવતી' વિવાદઃ ભણસાળીનું માથું કાપી લાવનારને 5 કરોડના ઇનામની ઓફરWOW...અમદાવાદમાં પ્રદૂષણનો ગાંડો વિકાસ,એર કવોલિટી ઇન્ડેકસ મહત્તમ 403,લોકોને સૂચનાઓ આપી અમદાવાદ મહાપાલિકાએ હાથ ઉંચા કરી દીધા,હમણાં જ મેટ્રો ટ્રેન માટે હજારો વૃક્ષો કાપ્યા હતા...!21મી સદીનો ભારતીય કોલંબસ...ઇંદોરના સુયશ દીક્ષિતે મિસ્ત્ર અને સૂદાન વચ્ચેની 800 ચોરસ માઇલ 'બિન વારસી ' જમીનને 'કિંગ્ડમ ઓફ દીક્ષિત' દેશ ઘોષિત કરી દીધો !ગંડકી નદી પરના હાઇડ્રોઇલેકટ્રિક પ્રોજેકટનો ચીની કંપની સાથેનો કોન્ટ્રાક્ટ નેપાળે રદ્દ કર્યો,ભારતીય કંપનીને કોન્ટ્રાક્ટ મળવાની શક્યતાસારી કર પ્રણાલી GSTને સરળ બનાવવા વિજય કેલકરની અધ્યક્ષતામાં સમિતિ બનાવો અને સૂચનોનો અમલ કરોઃયશવંત સિંહા

 
Related News