India / Business
આવકવેરા વિભાગને મકાન માલિકો પર ભરોસો નથી...! રૂપિયા 50,000 કે તેથી વધુ ભાડૂં ભરતા લોકોએ ભાડાની રકમ પર 5 ટકા TDS કાપી અને રૂપિયા આવકવેરા વિભાગમાં જમા કરાવવા જ પડશે...!
12:17 PM on 08th September, 2017

કરચોરી કરતા લોકોને લપેટામાં લેવા અને કાળુંનાણું બનતું અટકાવવા મોદી સરકારે વધુ એક પગલું લીધું છે જે મકાન ભાડે આપતા લોકોને કઠે એવું છે અને મકાન ભાડે રાખનારની થોડી જફા વધારનારું છે.મોદી સરકારનું નવું પગલું એવા લોકો માટે છે મહિને 50,000 રૂપિયા કે તેથી વધુ ભાડૂં ભરે છે.50,000થી ઓછું ભાડૂં ભરતા લોકોએ ચિંતા કરવાની જરૂર નથી.

આવકવેરા વિભાગે તેની સત્તાવાર વેબસાઇટ પર એક જાહેરાત પ્રકાશિત કરી છે.જેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે,આ જાહેરાતની જો અવગણના કરવામાં આવશે તો કાર્યવાહી થઇ શકે છે.

આવકવેરા વિભાગની આ જાહેરાત ભાડૂઆતો માટે છે.એવા ભાડૂઆત જે દર મહિને 50,000 કે તેથી વધુ રૂપિયા ભાડૂં ભરે છે.આવકવેરા વિભાગે આવા ભાડૂઆતોને કહ્યું છે કે,ભાડાની રકમનો 5 ટકા TDS કાપીને મકાન માલિકને ભાડૂં ચુકવે.ભાડૂઆતે જે 5 ટકા TDS કાપ્યો છે તે રકમ આવકવેરા વિભાગમાં જમા કરવાની રહેશે અને તે માટે TIN-NSDL.com વેબસાઇટની વ્યવસ્થા કરવામાં આવી છે.5 ટકા TDSની રકમ ભરવા માટે મકાન માલિકનો પાનકાર્ડ નંબર આપવો પડશે અને 26QC ફોર્મ ભરવું પડશે.આ ફોર્મમાં બધી જાણકારી આપી TDSની રકમ ભરી શકાશે.ભાડૂઆતે તેનો પાનકાર્ડ નંબર આપવો જરૂરી નથી.

 

 

26QC ફોર્મ ભર્યા પછી tdscpc.gov.in સાઇટ પર જઇને 16C ફોર્મ અપલોડ કરવું પડશે જે તમે 5 ટકા TDSની રકમ ભર્યાનું પ્રમાણપત્ર ગણાશે.

આવકવેરા વિભાગે કહ્યું છે કે,જો ભાડૂઆત આવું નહીં કરે અને તપાસમાં જો નામ બહાર આવશે તો આવકવેરા વિભાગની કલમો હેઠળ કાર્યવાહી થઇ શકે છે.

ટુંકમાં આવકવેરા વિભાગે બહુ ચતુરાઇ બતાવી છે. ભાડાની રકમ પર 5 ટકા TDSની રકમ મકાન માલિકને ભરવી ન જ ગમે તે દેખીતું છે અને તેથી ખોટા રસ્તા અપનાવે પણ TDSની રકમ ભરવાની જવાબદારી ભાડૂઆત પર નાંખવામાં આવે તો ભાડૂઆત તેના વિરૂદ્ધની કાનૂની કાર્યવાહીથી બચવા TDSની રકમ કાપીને જ મકાન માલિકને ભાડૂં આપે અને આવકવેરા વિભાગનું કામ સરળ થઇ જાય.


 
 

Read Also

કિમ જોંગ ઉનનું અપમાન કરનાર પ્રેસિડેન્ટ ટ્રંપ મોતના હકદાર,કોરિયાની સીમાની મુલાકાત રદ્દ કરનાર ટ્રંપ કાયર !નીતિન પટેલે કર્યો સૌથી મોટો ઘટસ્ફોટઃ ગુજરાતના વિકાસથી રાહુલ અને કોંગ્રેસના નેતાઓ ખુશ છેઃચૂંટણી પ્રચારમાં તો અમથા જ ટીકા કરે છે ! એવું બને કે,કાલે કોંગ્રેસ પણ નીતિન પટેલે કરેલા નિવેદન જેવું જ કોઇ નિવેદન કરે !મોદી એકલા થોડા સ્માર્ટ છે ? દેશની જનતા વધુ સ્માર્ટ છે...નોટબંધીના સવા શેર પર ચતુરાઇનો દોઢ શેર...લાખો કરોડોનું કાળું નાણું સફેદ કરી લીધું અને મોદી કંઇ ન કરી શક્યા !ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું UC બ્રાઉઝર ગૂગલ પ્લે સ્ટોરમાંથી ગાયબ ! ગૂગલે હટાવી દીધું ?ગુજરાતમાં ચૂંટણી સમયે આતંકી હુમલાની આશંકા,આતંકીઓ સમુદ્રી માર્ગે આવી હુમલો કરે તેવી શકયતા,મોદી-શાહ-યોગી નિશાને
'પદ્માવતી' વિવાદઃ ભણસાળીનું માથું કાપી લાવનારને 5 કરોડના ઇનામની ઓફરWOW...અમદાવાદમાં પ્રદૂષણનો ગાંડો વિકાસ,એર કવોલિટી ઇન્ડેકસ મહત્તમ 403,લોકોને સૂચનાઓ આપી અમદાવાદ મહાપાલિકાએ હાથ ઉંચા કરી દીધા,હમણાં જ મેટ્રો ટ્રેન માટે હજારો વૃક્ષો કાપ્યા હતા...!21મી સદીનો ભારતીય કોલંબસ...ઇંદોરના સુયશ દીક્ષિતે મિસ્ત્ર અને સૂદાન વચ્ચેની 800 ચોરસ માઇલ 'બિન વારસી ' જમીનને 'કિંગ્ડમ ઓફ દીક્ષિત' દેશ ઘોષિત કરી દીધો !ગંડકી નદી પરના હાઇડ્રોઇલેકટ્રિક પ્રોજેકટનો ચીની કંપની સાથેનો કોન્ટ્રાક્ટ નેપાળે રદ્દ કર્યો,ભારતીય કંપનીને કોન્ટ્રાક્ટ મળવાની શક્યતાસારી કર પ્રણાલી GSTને સરળ બનાવવા વિજય કેલકરની અધ્યક્ષતામાં સમિતિ બનાવો અને સૂચનોનો અમલ કરોઃયશવંત સિંહા

 
Related News