India / sports
ભારતના 85 વર્ષના ક્રિકેટ ઇતિહાસમાં પહેલી ઘટના...વિદેશમાં 3-0થી કોઇ ટીમનો વ્હાઇટ વૉશ કર્યો...ભારતે જીતી લીધી શ્રીલંકા સાથેની ટેસ્ટ શ્રેણી...ત્રીજી ટેસ્ટમાં શ્રીલંકાનો ઇનિંગ અને 171 રનથી કારમો પરાજય !
04:32 PM on 14th August, 2017

ભારતીય ક્રિકેટ ટીમે ઇતિહાસ સર્જી દીધો છે.1932માં ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રિકેટ રમવું શરૂ કર્યું તે પછી 85 વર્ષમાં પહેલીવારક એવું બન્યું છે કે,ટીમ ઇન્ડિયાએ વિદેશની ધરતી પર 3 ટેસ્ટની શ્રેણીમાં વિદેશી સ્પર્ધક ટીમને 3-0થી હરાવી છે એટલે કે,ચૂનો લગાવ્યો છે એટલે કે,વ્હાઇટ વૉશ કર્યો છે.શ્રીલંકાની ધરતી પર ટીમ ઇન્ડિયાએ શ્રીલંકાની ટીમને 3-0થી પરાજીત કરી છે.ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચમાં શ્રીલંકાનો એક ઇનંગ અને 171 રને કારમો પરાજય થયો છે.ઉલ્લેખનિય છે કે, 2004માં બાંગ્લાદેશ અને 2005માં ઝિમ્બાબ્વેને તેની જ ધરતી પર હરાવી શ્રેણી જીતી લીધી હતી પણતે શ્રેણી બે ટેસ્ટ મેચની હતી.

 

આ ભવ્ય વિજય સાથે વિરાટ કોહલી ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં પહેલો એવો કેપ્ટન બન્યો છે જેના નેતૃત્વ હેઠળ વિદેશમાં ભારતની ટીમે કોઇ ટીમને 3-0થી પરાજીત કરી હોય.આ શ્રેણીમાં વિરાટ કોહલી બેટસમેન તરીકે અપેક્ષા મુજબ સફળ નથી રહ્યો પણ કેપ્ટન તરીકે તેણે આ ભવ્ય સિદ્ધિ મેળવી છે તો ટીમના મુખ્ય કૉચ રવિ શાસ્ત્રીની પસંદગી પણ યોગ્ય હોવાનું વિરાટે સાબિત કરી આપ્યું છે.

ત્રીજી અને અંતિમ મેચમાં ટીમ ઇન્ડિયાએ પહેલી ઇનિંગમાં 487 રન બનાવ્યા હતા તેના જવાબમાં યજમાન શ્રીલંકાની ટીમ માત્ર 135 રન જ બનાવી શકી હતી.તે પછી ફોલોઓન રમવા આવેલી શ્રીલંકાની ટીમ 181 રનમાં પેવેલિયન ભેગી થઇ ગઇ અને ભારતે એક ઇનિંગ અને 171 રનના વિશાળ સ્કોર સાથે શ્રેણી 3-0થી જીતી ઇતિહાસ રચી દીધો.ઉલ્લેખનિય છે કે,શિખર ધવને 119 અને હાર્દિક પંડયાએ 108 રન બનાવ્યા હતા.

 

વિરાટની કેપ્ટનશિપ હેઠળ ટીમ ઇન્ડિયા વિદેશની ધરતી પર કુલ 13 ટેસ્ટ રમી તેમાંથી 7 ટેસ્ટ મેચ જીતી છે.ધોનીની કેપ્ટનશિપ હેઠળ ટીમ ઇન્ડિયા વિદેશની ધરતી પર 30 ટેસ્ટ મેચ રમ્યું તેમાંથી 6 મેચ જીત્યું હતું.શ્રીલંકા સામે વિજય મેળવી વિરાટે ધોનીને પાછળ રાખી દીધો છે.જો કે,વિરાટે ગાંગુલીનો રેકર્ડ તોડવો બાકી છે.ગાંગુલીની કેપ્ટનશિપ હેઠળ ટીમ ઇન્ડિયા વિદેશમાં 11 મેચ જીતી છે.

શ્રીલંકા વિરૂદ્ધની આ શ્રેણીની સૌથી મહત્વની ઘટના હાર્દિક પંડ્યા રહ્યો.જે ઝડપથી અને આક્રમકતાથી તે રન બનાવે છે તે જોતાં તે વિરાટ કોહલીથી પણ આગળ નિકળી જવાની ક્ષમતા ધરાવે છે તેવું લાગી રહ્યું છે.


 
 

Read Also

 
Related News