India / Politics
ઉત્તર પ્રદેશ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ભાજપનો વિજય,ગુજરાતમાં 151 અપાવશે ?
06:50 PM on 01st December, 2017

ગુજરાત જીતવા આકાશ-પાતાળ એક કરી રહેલા મોદી-શાહની જોડીને આજે હાશ થઇ હશે.ઉત્તર પ્રદેશમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની યોજાએલી ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે અને અમેઠીમાં કોંગ્રેસ સાફ થઇ ગઇ છે.ઘટના તો મોટી છે અને મહત્વની છે.

હવે વાત એ છે કે,ઉત્તર પ્રદેશના આજના પરિણામ ગુજરાતના મતદારોને પ્રભાવિત કરશે ? ગુજરાતનો મતદાર ઉત્તર પ્રદેશના પરિણામો જોઇ પોતાના અભિપ્રાય બદલશે ?

વાત ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓના પરિણામની વાત યાદ કરીએ તો ભાજપને નગરો અને મહાનગરોમાં વિજય મળ્યો હતો પણ તાલુકા અને જિલ્લા પંચાયતો ગુમાવવી પડી હતી.

 

 

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું ગોરખપુર મંદિર જે વોર્ડ નંબર 68 નંબરમાં છે ત્યાં ભાજપના ઉમેદવારનો પરાજય થયો છે.નાયબ મુખ્યમંત્રી કેશવ મૌર્યના ગામમાં પણ ભાજપનો ઉમેદવાર હાર્યો છે.અયોધ્યામાં ભાજપનો વિજય થયો છે.અમેઠીમાં પણ ભાજપનો વિજય અને કોંગ્રેસનો પરાજય થયો છે.

આજના વિજયનો જશ યોગી આદિત્યનાથે મોદી અને શાહને આપ્યો છે અને 2019 લોકસભા ચૂંટણીમાં પણ ભાજપને આવો જ વિજય મળશે તેવો દાવો કર્યો છે.

 
 

Read Also

 
Related News