India / gujarath
શંકરસિંહ વાઘેલાના સમસંવેદના સંમેલનનું 'અવનવું'...કોંગ્રેસમાંથી મુક્ત થઉં છું અને કોંગ્રેસને મુક્ત કરું છું,નવી પાર્ટી નહીં બનાવું,ભાજપમાં તો નહીં જ જઉં !
04:33 PM on 21st July, 2017

શંકરસિંહ વાઘેલાએ છેલ્લા બે દિવસથી ગુજરાતની રાજનીતિ અને મીડિયાને ઉભા પગે રાખ્યા હતા અને આજે સમસંવેદના સંમેલન પછી પણ રાજનેતાઓ અને મીડિયાને ઉંચા જીવે રાખ્યા.બાપુએ કોઇ ચોક્કસ કે નિર્ણાયક ઘોષણા ન કરી,જેમકે ભાજપમાં જશે કે નવો પક્ષ બનાવશે કે,અન્ય કોઇ પક્ષમાં જશે...એવું કશું ન કહ્યું.માત્ર એટલું કહ્યું કે,કોંગ્રેસે તેમને 24 કલાક પહેલા જ પક્ષમાંથી દૂર કર્યા છે અને તેઓ પણ કોંગ્રેસને પોતાના બંધનમાંથી દૂર કરે છે.કોંગ્રેસના બધા પદ પરથી રાજીનામા આપે છે.

શંકરસિંહ વાઘેલાના બહુ ગાજેલા સમસંવેદના સંમેલનની પ્રાપ્તિ કે ઉપજ શું તે પુછવામાં આવે તો કોંગ્રેસ માટે અપમાન અને મીડિયા માટે ખોદ્યો ડુંગર અને નિકળ્યો ઉંદર.શંકરસિંહ ગઇકાલે દિલ્લી સોનિયા ગાંધીને મળવા ગયા હતા પણ રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસના અમુક ધારાસભ્યો કે જેઓ વાઘેલાના સમર્થક હોવાનું પણ માનવામાં આવે છે તેમણે ક્રોસ વોટિંગ કર્યાની વાત જાહેર થતાં સોનિયા અને અહમદ પટેલે બાપુને મળવાની ના કહી દીધી હતી.બસ...આ અપમાનનો બદલો આજે બાપુએ જાતે કોંગ્રેસમાંથી મુક્ત થયાની અને કોંગ્રેસને પોતે પોતાના બંધનમાંથી મુક્ત કર્યાની ઘોષણા કરી કચકચાવીને કોંગ્રેસને લાત મારી....

 

 

શંકરસિંહને કોંગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવ્યા હોવોની કોઇ પણ જાહેરાત કોંગ્રેસે કરી નથી છતાં બાપુએ કહ્યું કે,તેમને 24 કલાક પહેલાં કોંગ્રેસમાંથી દૂર કરવામાં આવ્યા છે.આમ કહીને બાપુએ કોંગ્રેસને સાંપે છછુંદર ગળ્યાની સ્થિતિમાં મૂકી હતી.બાપુના આ નિવેદન પછી પણ કોંગ્રેસ જો એમ કહે કે,બાપુ તો હજુ પક્ષમાં જ છે તો બાપુનું કદ વધે અને જો કોંગ્રેસ હવે એમ કહે કે,તે બાપુને પક્ષમાંથી દૂર કરે છે તો,બાપુ કહી શકે કે,કોંગ્રેસ મને શું દૂર કરવાની મેં જ તેને દૂર કરી દીધી છે.કોંગ્રેસે દૂર ન કર્યા હોવા છતાં દૂર કર્યા છે તેવું કહી બાપુએ કોંગ્રેસ પર જીત મેળવી લીધી.

આ સિવાય બાપુએ જે કહ્યું તે થોડા દિવસ પહેલાના શક્તિ પ્રદર્શન સમયે પણ કહેલું.ક્યારે જાહેર જીવનમાં આવ્યા,સેવાદળ,રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ,સંઘની તાલીમ,હોદ્દદો કે પદની ઇચ્છા નહીં,અમે તો સત્તા છોડનારા લોકો છીએ,કોંગ્રેસ 2017 ચૂંટણીની તૈયારી નથી કરી વિગેરે વિગેરે...

નથી તો હું નવો પક્ષ બનાવવાનો કે નથી ભાજપમાં જવાનો...આ વાત પણ બાપુએ કહી તો એ પણ કહ્યું કે,બાપુ ક્યારેય નિવૃત નથી થતા.તેમણે એ પણ નથી કહ્યું કે,તેઓ રાજકીય સંન્યાસ લઇ રહ્યા છે.

 

આવી બધી વાતો આજે કરવી પડે.જો નવા પક્ષની આજે જ જાહેરાત કરે કે,ભાજપમાં જોડાવાની જાહેરાત કરે તો એવું લાગે કે,તેઓ કોંગ્રેસ સાથે જાણી જોઇને લડી રહ્યા હતા કારણ કે,તેમણે છુટું જ થવું હતું. આ ઉપરાંત એવું પણ સમજાત કે,તેમની રાજકીય લાલસા હજુ પણ મજબૂત છે.લોકોને આવું ન લાગે એટલે તેમણે આવું બધું કહેવું જ પડે.

પણ આ તો ભાઇ રાજનીતિ છે.એક સમયના શત્રુ નીતિશ કુમાર અને લાલુપ્રસાદ યાદવ સત્તા માટે ગઠબંધન પણ કરે અને નીતિશ કુમારને સત્તા જોખમાતી લાગે તો લાલુને છોડી પણ દે.શું ખબર આગામી દિવસોમાં શંકરસિંહ નવો પક્ષ બનાવે અથવા ભાજપમાં જાય અથવા તો શરદ પવારના એનસીપીમાં પણ જાય કારણ કે બાપુ નિવૃત નથી થયા....એટલે કે,બાપુ હજુ પણ સક્રિય છે...! બાપુ જે કંઇ કરશે તેનાથી તેમના ઉપરાંત કયા પક્ષને ફાયદો મળે છે તે અટકળ અને અનુમાનનો વિષય છે પણ કોંગ્રેસને નુકસાન થશે અથવા તો કરાશે તે પથ્થર પર લખેલું લખાણ છે....તે ચોક્કસ !

ખબર નહીં પણ કેમ,અહીં ફિલ્મ રાઉડી રાઠોડનો અક્ષયકુમારનો સંવાદ યાદ આવે છે...જો મૈં કહતા હું, વો મૈં કરતા હું,ઔર જો મૈં નહીં કહતા વો ડેફિનેટલી કરતા હું.


 
 

Read Also

કિમ જોંગ ઉનનું અપમાન કરનાર પ્રેસિડેન્ટ ટ્રંપ મોતના હકદાર,કોરિયાની સીમાની મુલાકાત રદ્દ કરનાર ટ્રંપ કાયર !નીતિન પટેલે કર્યો સૌથી મોટો ઘટસ્ફોટઃ ગુજરાતના વિકાસથી રાહુલ અને કોંગ્રેસના નેતાઓ ખુશ છેઃચૂંટણી પ્રચારમાં તો અમથા જ ટીકા કરે છે ! એવું બને કે,કાલે કોંગ્રેસ પણ નીતિન પટેલે કરેલા નિવેદન જેવું જ કોઇ નિવેદન કરે !મોદી એકલા થોડા સ્માર્ટ છે ? દેશની જનતા વધુ સ્માર્ટ છે...નોટબંધીના સવા શેર પર ચતુરાઇનો દોઢ શેર...લાખો કરોડોનું કાળું નાણું સફેદ કરી લીધું અને મોદી કંઇ ન કરી શક્યા !ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું UC બ્રાઉઝર ગૂગલ પ્લે સ્ટોરમાંથી ગાયબ ! ગૂગલે હટાવી દીધું ?ગુજરાતમાં ચૂંટણી સમયે આતંકી હુમલાની આશંકા,આતંકીઓ સમુદ્રી માર્ગે આવી હુમલો કરે તેવી શકયતા,મોદી-શાહ-યોગી નિશાને
'પદ્માવતી' વિવાદઃ ભણસાળીનું માથું કાપી લાવનારને 5 કરોડના ઇનામની ઓફરWOW...અમદાવાદમાં પ્રદૂષણનો ગાંડો વિકાસ,એર કવોલિટી ઇન્ડેકસ મહત્તમ 403,લોકોને સૂચનાઓ આપી અમદાવાદ મહાપાલિકાએ હાથ ઉંચા કરી દીધા,હમણાં જ મેટ્રો ટ્રેન માટે હજારો વૃક્ષો કાપ્યા હતા...!21મી સદીનો ભારતીય કોલંબસ...ઇંદોરના સુયશ દીક્ષિતે મિસ્ત્ર અને સૂદાન વચ્ચેની 800 ચોરસ માઇલ 'બિન વારસી ' જમીનને 'કિંગ્ડમ ઓફ દીક્ષિત' દેશ ઘોષિત કરી દીધો !ગંડકી નદી પરના હાઇડ્રોઇલેકટ્રિક પ્રોજેકટનો ચીની કંપની સાથેનો કોન્ટ્રાક્ટ નેપાળે રદ્દ કર્યો,ભારતીય કંપનીને કોન્ટ્રાક્ટ મળવાની શક્યતાસારી કર પ્રણાલી GSTને સરળ બનાવવા વિજય કેલકરની અધ્યક્ષતામાં સમિતિ બનાવો અને સૂચનોનો અમલ કરોઃયશવંત સિંહા

 
Related News