દેશના લોકો તો નથી જ ઓળખતા,વિરાટ કોહલી પણ નથી ઓળખતો, ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજને !
ભારતની મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજે વન-ડે ક્રિકેટમાં 6000 રન પુરા કરી વિક્રમ સ્થાપિત કર્યો. ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને આ વાતની ખબર પડી તો ટ્વિટર પર મિતાલીને અભિનંદન આપ્યા પણ ફોટો અન્ય ખેલાડીનો મૂક્યો કારણ કે,તે જો મિતાલીને ઓળખતો હોય કે ક્યારેય જોઇ હોય તો ખબર પડે ને કે મિતાલી કોણ છે.
મહિલાઓને સમાન અધિકારની વાતો કરતા નેતાઓ કે જેમના હાથમાં કાલે સત્તા હતી અને આજે જેમના હાથમાં સત્તા છે,તેઓ મહિલા સશક્તિકરણ અને સમાનતાની વાતો કરે છે તે માત્રને માત્ર દંભ,ઠગાઇ અને છેતરપિંડી જ છે.પુરૂષ ક્રિકેટરો પર ઓળઘોળ અને કરોડો રૂપિયાની ફી આપતા ભારતીય ક્રિકેટ બોર્ડને મહિલા ક્રિકેટર્સની નથી પડી તે તો ઠીક દેશના લોકોને પણ નથી પરવા કે નથી પડી.

ઇંગ્લેડમાં હાલમાં રમાય રહેલા ICC મહિલા વન-ડે વિશ્વ કપમાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રમતા મિતાલી રાજે વન-ડેમાં 6000 રન બનાવી રેકર્ડ નોંધાવ્યો. આ ઉપલબ્ધિ માટે અમુક લોકોએ મિતાલીને અભિનંદન આપ્યા.જેમાં વિરાટ કોહલીનો પણ સમાવેશ થાય છે.વિરાટે
અભિનંદન આપ્યા મિતાલીને અને ફોટો મૂક્યો પૂનજમ રાઉતનો.
બસ....વિરાટની લોકોએ બરાબરની ફીરકી લીધી.લોકોએ લખ્યું કે,કેપ્ટન સાહેબ ફોટામાં મિતાલી નથી,પુનમ રાઉત છે.કોઇએ લખ્યું કે,તમને શરમ આવવી જોઇએ.મહિલા ટીમની કેપ્ટનને તમે નથી ઓળખતા ?
વ્યાપક ટીકા થતાં વિરાટે તેની પોસ્ટ ડિલિટ કરી દીધી હતી.