India / Business
ઇન્ફોસિસના CEO પદ પરથી વિશાલ સિક્કાએ રાજીનામું આપ્યું...! સંસ્થાપક નારાયણમૂર્તિ હતા નારાજ
01:50 PM on 18th August, 2017

 

દેશની મોટી અને પ્રતિષ્ઠિત આઇટી કેપની ઇન્ફોસિસના CEO વિશાલ સિક્કાએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે.રાજીનામું આપવા પાછળનું કારણ તેમના પરના આરોપો હોવાનું સિક્કાએ કહ્યું છે.CEO પદ પરથી રાજીનામું આપી વિશાલ સિક્કાએ કંપનીના ક્રમચારીઓને એક પત્ર લખ્યો છે.પત્રમાં તેમણે લખ્યું કે,કંપનીમાં કામ કરવા માટે તેમને લાયક વાતાવરણ હવે નથી રહ્યું અને તેથી તેઓ જવાબદારીમાંથી મુક્ત થઇ રહ્યા છે.

વિશાલ સિક્કાએ પત્રમાં લખ્યું છે કે,ઇન્ફોસિસના સંસ્થાપક નારાયણમૂર્તિ લાંબા સમયથી તેમના પર ઉંધા-સીધા આરોપો મૂકી રહ્યા હતા અને બીજી તરફ તેઓ ત્રણ વર્ષથી કંપનીને વૈશ્વિક સંકટોમાંથી બહાર લાવવાની કોશિશ કરી રહ્યા હતા.આવી સ્થિતિમાં નારાયણમૂર્તિ અને તેના સમર્થકો તેમનો સમય ખરાબ કરી રહ્યા હતા.અંતે એ સાબિત થઇ ગયું છે કે,નારાયણમૂર્તિ અને તેમના સમર્થકોએ તેમના પર મૂકેલા આરોપો પાયા વિનાના અને ખોટા છે.

 

 

તેમણે લખ્યું કે,નારાયણમૂર્તિ અને તેમના સમર્થકોએ ખરાબ સંચાલન,તેમણે કરેલા સંપાદનોની નિંદા કરી અને તેઓ જે પગાર લેતા હતા તેને મુદ્દો બનાવવાની કોશિશ કરવામાં આવી.આ બધી કોશિશોથી ઇન્ફોસિસને નુકસાન થઇ રહ્યું હતું અને તેમની અંગત જીંદગી પર પણ અસર પડી રહી હતી.

ઉલ્લેખનિય છે કે,કંપનીના સંચાલન અંગે નારાયણમૂર્તિ સહિત કંપનીના સ્થાપકોએ પણ સવાલ કર્યા હતા કે,એશિયાની બીજા નંબરની સૌથી મોટી આઇટી કંપનીના હિતમાં નથી.આ ઉપરાંત સિક્કાનો પગાર અને કંપનીના બે ઉચ્ચતમ અધિકારીઓને કંપની છોડતા સમયે જે વળતર આપવામાં આવ્યું તે બાબત પણ કંપનીના સ્થાપકોને પસંદ પડી ન હતી.

 
 

Read Also

કિમ જોંગ ઉનનું અપમાન કરનાર પ્રેસિડેન્ટ ટ્રંપ મોતના હકદાર,કોરિયાની સીમાની મુલાકાત રદ્દ કરનાર ટ્રંપ કાયર !નીતિન પટેલે કર્યો સૌથી મોટો ઘટસ્ફોટઃ ગુજરાતના વિકાસથી રાહુલ અને કોંગ્રેસના નેતાઓ ખુશ છેઃચૂંટણી પ્રચારમાં તો અમથા જ ટીકા કરે છે ! એવું બને કે,કાલે કોંગ્રેસ પણ નીતિન પટેલે કરેલા નિવેદન જેવું જ કોઇ નિવેદન કરે !મોદી એકલા થોડા સ્માર્ટ છે ? દેશની જનતા વધુ સ્માર્ટ છે...નોટબંધીના સવા શેર પર ચતુરાઇનો દોઢ શેર...લાખો કરોડોનું કાળું નાણું સફેદ કરી લીધું અને મોદી કંઇ ન કરી શક્યા !ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું UC બ્રાઉઝર ગૂગલ પ્લે સ્ટોરમાંથી ગાયબ ! ગૂગલે હટાવી દીધું ?ગુજરાતમાં ચૂંટણી સમયે આતંકી હુમલાની આશંકા,આતંકીઓ સમુદ્રી માર્ગે આવી હુમલો કરે તેવી શકયતા,મોદી-શાહ-યોગી નિશાને
'પદ્માવતી' વિવાદઃ ભણસાળીનું માથું કાપી લાવનારને 5 કરોડના ઇનામની ઓફરWOW...અમદાવાદમાં પ્રદૂષણનો ગાંડો વિકાસ,એર કવોલિટી ઇન્ડેકસ મહત્તમ 403,લોકોને સૂચનાઓ આપી અમદાવાદ મહાપાલિકાએ હાથ ઉંચા કરી દીધા,હમણાં જ મેટ્રો ટ્રેન માટે હજારો વૃક્ષો કાપ્યા હતા...!21મી સદીનો ભારતીય કોલંબસ...ઇંદોરના સુયશ દીક્ષિતે મિસ્ત્ર અને સૂદાન વચ્ચેની 800 ચોરસ માઇલ 'બિન વારસી ' જમીનને 'કિંગ્ડમ ઓફ દીક્ષિત' દેશ ઘોષિત કરી દીધો !ગંડકી નદી પરના હાઇડ્રોઇલેકટ્રિક પ્રોજેકટનો ચીની કંપની સાથેનો કોન્ટ્રાક્ટ નેપાળે રદ્દ કર્યો,ભારતીય કંપનીને કોન્ટ્રાક્ટ મળવાની શક્યતાસારી કર પ્રણાલી GSTને સરળ બનાવવા વિજય કેલકરની અધ્યક્ષતામાં સમિતિ બનાવો અને સૂચનોનો અમલ કરોઃયશવંત સિંહા

 
Related News