India / Business
ભાજપના વરિષ્ઠ નેતા યશવંતસિંહાએ રાષ્ટ્રીય ફરજ સમજી નાણાંમંત્રી જેટલી અને મોદી સરકારનો ઉધડો લીધોઃ નોટરદ્દીકરણ અને GST ખરાબ નિર્ણયો,દેશની આર્થિક સ્થિતિ અત્યંત ખરાબ,આર્થિક સ્તરે સરકારની વ્યાપક નિષ્ફળતા
01:41 PM on 27th September, 2017

અટલ બિહારી વાજપયીની સરકારમાં નાણાંમંત્રી રહેલા અને ભાજપના વરિષ્ઠ નેતા યશવંત સિંહા આર્થિક બાબતે મોદી સરકારની ઉગ્ર ટીકા કરી છે.અંગ્રેજી સમાચાર પત્રમાં લખેલા લેખમાં યશવંત સિંહાએ મોદી સરકારને આર્થિક ક્ષેત્રે વ્યાપક નિષ્ફળ કહી છે.

 

અંગ્રેજી સમાચાર પત્રમાં લખેલા લેખમાં યશવંત સિંહાએ કહ્યું છે કે,

- દેશની આર્થિક સ્થિતિ અત્યંત ખરાબ છે

- આર્થિક સ્તર પર અનેક ક્ષેત્રે સરકાર સંપૂર્ણ નિષ્ફળ રહી છે

- જીડીપીની થઇ રહેલી પડતીની આગમાં નોટરદ્દીકરણના નિર્ણયે તેલનું કામ કર્યું

- GSTનો અમલ યોગ્ય રીતે ન કરાયો તેના કારણે નોકરીઓ અને વેપારમાં ઘણો ફેર પડ્યો

- GDP હાલમાં 5.7 ટકા છે અને તે યાદ રાખવું જોઇએ કે,સરકારે 2015માં GDP નક્કી કરવાની પદ્ધતિ બદલી હતી.જો જુના નિયમો મુજબ જોઇએ તો આજે 3.7 GDP હોત.

- જેટલી પાસે સુધારોની તક હતી પણ સ્થિતિ સુધારી શક્યા નહીં. અરૂણ જેટલી ચૂંટણી હારી ગયા હતા છતાં તેમને નાણાંમંત્રી બનાવાયા

- દેશની અર્થવ્યવસ્થાને સુધારવી તો મોટો પડકાર છે.દેશની આર્થિક સ્થિતિ મામલે વડાપ્રધાન ચિંતિત છે અને માટે જ તેમણે ફરી આર્થિક સલાહકાર પરિષદને સુધારવી પડશે.જે રીતે પાંડવોએ મહાભારત યુદ્ધ જીતવા કર્યું હતું.

 

- મેં નાણાંમંત્રાલય સંભાળ્યું છે,મેન ખબર છે કે,આ કામ સરળ નથી.આ 24 કલાકનું કામ છે જેને સુપરમેન જેવા જેટલી પણ પુરું ન કરી શકે

- આજે નથી નોકરી મળતી ન તો વિકાસની ગતિ વધી રહી છે.રોકાણ અને GDP ઘટી રહ્યા છે.

- વડાપ્રધાન મોદી કહે છે કે,ગરીબીને તેમણે બહુ નજીકથી જોઇ છે.તેમના નાણામંત્રી એવું કામ કરી રહ્યા છે કે,બધા ભારતીયોને ગરીબી બહુ નજીકથી બતાવે

- મારી રાષ્ટ્રીય ફરજ છે કે હું હવે આ બાબતે બોલું.ભાજપમાં ઘણા લોકો એવા છે જે જેઓ ભયના કારણે આજે પણ નથી બોલી શકતા

- અરૂણ જેટલી સૌથી વધુ નસીબદાર નાણાંમંત્રી છે તેમ છતાં દેશની અર્થવ્યવસ્થામાં કોઇ સુધારો નથી કરી શકતા.

 
 

Read Also

 
Related News