India / Entertainment
સલમાનને બીજાનું અપમાન કરવાનો બહુ શોખ છે પણ હું વિવેક ઓબેરોય નથીઃ ડોંગરીનો ઝુબેરખાન
05:51 PM on 09th October, 2017

બિગ બોસ સિઝન 11નો ઘર બહાર કરી દેવામાં આવેલો સ્પર્ધક ઝુબેરખાન બિગ બોસના હોસ્ટ સલમાનખાન વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવશે.બિગ બોસના ઘરમાંથી બહાર કરી દેવામાં આવેલા ઝુબેરખાને કહ્યું કે,સલમાનને બીજાનું અપમાન કરવાનો બહુ શોખ છે પણ હું વિવેક ઑબેરોય નથી.સલમાને બિગ બોસ રિયાલિટી શૉમાં તેનું જે અપમાન કર્યું તે માટે કાનૂની લડાઇ લડશે.

બિગ બોસના ઘરમાંથી બહાર કરી દેવામાં આવેલો ઝુબેરખાન ગઇકાલે મુંબઇના એન્ટોપ હિલ સ્ટેશનમાં સલમાન વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવા ગયો હતો તેને કહેવામાં આવ્યું કે,ઘટના લોનાવાલાપોલીસ સ્ટેશન ક્ષેત્રમાં બની છે એટલે તેણે ત્યાં ફરિયાદ નોંધાવવી.એન્ટોપ હિલ પોલીસ સ્ટેશને આ વાત લેખિતમાં પણ ઝુબેરને આપી છે.

 

 

ઝુબેરખાને મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે,સલમાને તેને નલ્લા ડોન કહ્યો.સલમાનને લોકોનું અપમાન કરવાનો બહુ શોખ છે પણ હું વિવેક ઓબેરોય કે એઝઝખાન નથી.હું આ વાતને હળવાશમાં નથી લેવાનો.

તેણે કહ્યું કે,સલમાન અને શો બતાવતી ચેનલે તેની છાપ ખરાબ કરી છે.તેણે કહયું કે,તે ફિલ્મ ડાયરેકટર અને અંડર કવર રિપોર્ટર છે.દાઉદ ઇબ્રાહીમની બહેન હસીના પારકર સાથે તેને કોઇ સંબંધ હોવાનો પણ તેણે ઇનકાર કર્યો.

 
 

Read Also

 
Related News