India / Business
GST કાઉન્સિલની બેઠકમાં નિર્ણય,28 ટકા સ્લેબમાંથી 177 વસ્તુ આઉટ,હવે માત્ર વૈભવની 50 વસ્તુ જ 28 ટકા સ્લેબમાં
07:37 PM on 10th November, 2017

વેપારીઓની વ્યથાની રજૂઆત કે,ગુજરાતની સત્તા પાછી મેળવવાની મજબૂરી  કે પછી રાહુલનો ગબ્બર...કારણ જે હોય તે ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસના 28 ટકાના સ્લેબ હેઠળની 227 વસ્તુઓમાંની 177 વસ્તુઓને બહાર કરી,માત્ર 50 વસ્તુઓને જ 28 ટકાના સ્લેબ હેઠળ રાખવાનો નિર્ણય GST કાઉન્સિલની ગૌહાટી બેઠકમાં કરવામાં આવ્યો છે.જે 177 વસ્તુઓને 28 ટકા સ્લેબમાંથી હટાવવામાં આવી છે તે વસ્તુઓને હવે 18 ટકાના સ્લેબ હેઠળ લઇ જવામાં આવી છે.

 

 

કેન્દ્રના નાણામંત્રી અરૂણ જેટલીની અધ્યક્ષતા ધરાવતી અને દેશના દરેક રાજ્યના નાણામંત્રીઓની સદસ્યતા ધરાવતી GST કાઉન્સિલની બેઠક આજથી ગૌહાટીમાં શરૂ થઇ છે.

ઉલ્લેખનિય છે કે,જુલાઇ 2017ના GST અમલમાં આવ્યો ત્યારે 1200થી વધુ વસ્તુઓને 5,12,18 અને 24 ટકા ટેકસ હેઠળ આવરી લેવામાં આવી હતી.

જે વસ્તુઓને 28 ટકા સ્લેબમાંથી કાઢી 18 ટકા સ્લેબમાં લાવવામાં આવી છે અને હવે સસ્તી થવાની છે તેમાંની અમુક વસ્તુઓ છે.

ચ્યુઇંગમ,માર્બલ,ગ્રેનાઇટ,શેવિંગ ક્રીમ,ટૂથપેસ્ટ,શેમ્પૂ,બ્યુટી પ્રોડક્ટ,ડિટર્જંટ,ડિયોડ્રેંટ,બૂટ પોલિશ,ન્યુટ્રિશિયન ડ્રીંક,આફટર શેવ વસ્તુઓ,વોશિંગ મશીન,એર કંડિશનર,પેઇન્ટ્સ,સિમેન્ટ.

 
 

Read Also

 
Related News